મોડાસાની યુવતીની હત્યાને લઈને બોલિવૂડના આ કપલે ટ્વિટ કરીને ન્યાયની માંગણી કરી....

11 January 2020 09:01 AM
Ahmedabad Crime Entertainment Gujarat Saurashtra
  • મોડાસાની યુવતીની હત્યાને લઈને બોલિવૂડના આ કપલે ટ્વિટ કરીને ન્યાયની માંગણી કરી....

મોડાસાના સાયરા ગામની 19 વર્ષીય યુવતી કે જે પાંચ દિવસથી ગુમ હતી, તેની લાશ પાંચ દિવસ પહેલાં ઝાડ પર લટકતી જોવા મળી હતી.

અમદાવાદઃ ગુજરાતના અરવલ્લી જિલ્લાના મોડાસામાં એક દલિત વિદ્યાર્થીનીના મોત બાદ લોકો ગુસ્સામાં છે. પ્રદર્શનકારીઓએ આરોપ લગાવ્યો છે કે 19 વર્ષીય વિદ્યાર્થીનીની સાથે ગેંગરેપ કરીને તેની હત્યા કરવામાં આવી છે. યુવતીના પરિવારના લોકોએ પણ આરોપ લગાવ્યો છે કે પોલીસે આ મામલે ગંભીર બેદરકારી રાખી છે. જણાવીએ કે, યુવતીનું શબ ઝાડ પર લટકતું જોવા મળ્યું હતું. આ કથિત હત્યાકાંડને લઈને ટ્વિટર પર ન્યાની માગ શરૂ થઈ છે અને હજારોની સંખ્યા લોકો ટ્વીટ કરી દલિત યુવતિને ન્યાય આપવાની માગ કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા યૂઝર્સની જેમ બોલિવુડ એક્ટર રિતેશ દેશમુખે પણ અવાજ ઉઠાવ્યો છે અને આ મુદ્દે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. તેણે તેના ટ્વીટર હેન્ડલ પર જઇને લખ્યું છે કે,”19 વર્ષિય બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું, ગેંગરેપ કરાયો હતો, હત્યા કરવામાં આવી હતી અને ઝાડ પર લટકાવવામાં આવી હતી. તે ક્યા ધર્મનો હતો તે ભૂલી જાવ, તે કયા જાતિનો હતો તે ભૂલી જાવ. માત્ર યાદ રાખો કે તે એક યુવતી હતી તેની આગળની આશા અને આકાંક્ષાઓનું આખું જીવન સમાપ્ત કરી દેવામાં આવ્યું છે. ગુનેગારોને જાહેરમાં લટકાવો.”

આ મામલે રિતેશ દેશમુખની પત્ની જેનેલિયા ડિસૂઝાએ પણ ટ્વીટ કર્યું છે. જેનેલિયાએ લખ્યું છે. આવા કૃત્ય માટે આપણે ખાલી માંગતા રહીશું અને કોઇ કડક પગલા નહી ભરી શક્તા, આપણે આ પ્રકારના ગુના માટે શામાટે નિષ્ફળ થઇએ છીએ… હાર્ટબ્રોકન…

મોડાસાના સાયરા ગામની 19 વર્ષીય યુવતી કે જે પાંચ દિવસથી ગુમ હતી, તેની લાશ પાંચ દિવસ પહેલાં ઝાડ પર લટકતી જોવા મળી હતી. જે બાદ આ મામલે યુવતીના માતા પિતા અને સમાજના લોકો દ્વારા ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. અને બળાત્કાર સહિતની કલમો ન ઉમેરાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. પણ આ સમયે પોલીસની ઢીલી કામગીરી સામે આવી હતી. આ કેસમાં પણ પોલીસે ત્વરિત એક્શન લેવામાં ચૂક કરી હતી. પણ પોસ્ટમાર્ટમમાં યુવતી પર બળાત્કારની પૃષ્ટિ થયા બાદ પોલીસે આ મામલે બળાત્કાર સહિતની કલમો ઉમેરી ગુનો નોંધ્યો હતો.


Loading...
Advertisement