નાગરિકતા સુધારા કાયદો નૈતિક, બંધારણીય રીતે અસ્વીકાર્ય: 100 પુર્વ અધિકારીઓનો ખુલ્લો પત્ર

10 January 2020 06:59 PM
Surat India
  • નાગરિકતા સુધારા કાયદો નૈતિક, બંધારણીય રીતે અસ્વીકાર્ય: 100 પુર્વ અધિકારીઓનો ખુલ્લો પત્ર

નવી દિલ્હી તા.10
100 થી વધુ નિવૃત સનદી અધિકારીઓએ સરકારને ખુલ્લો પત્ર લખી નાગરિક સુધારા કાયદો બંધારણીય અને નૈતિક દ્દષ્ટિએ ટકી ન શકે તેવું જણાવી વિવાદાસ્પદ કાયદો નાબુદ કરવા અનુરોધ કર્યો છે. ડિટેન્શન કેમ્પ બાંધવા સહિતની તમામ સૂચના પાછી ખેંચી લેવા અપીલ કરવા સાથે પત્રમાં નેશનલ આઈડેન્ટીટી કાર્ડ જારી કરવા સંબંધી નાગરિકતા કાયદા, 1955થી તમામ કલમો નાબુદ કરવા માંગણી કરવામાં આવી છે.નિવૃતિ સનદી અધિકારીઓએ સમુહ કોન્સ્ટીચ્યુશનલ કંડકટ ગ્રુપના નેજા નીચે આ લોકોએ એનઆરસી અને એનપીઆરને નાગરિકોની ગુપ્તતા પર આક્રમણ સાથેની નકામી કવાયત ગણાવી હતી.આ નિવૃત અધિકારીઓએ જણાવ્યું હતું કે આધાર, મોબાઈલ નંબર અને વોટર આઈડી સહિતની માહિતીઓ એનપીઆરમાં નોંધવામાં આવે તે વ્યક્તિની પ્રાઈવસી પર તરાપ સમાન છે.પત્રમાં સહી કરનારા પૈકી ત્રણ પુર્વ વિદેશ સચિવે શ્યામ શરણ, શિવશંકર મેનન અને સૂજાતા સિંહે ભારત સરકારના ઈરાદાઓ પાછળ આશંકા જાગવાનું કારણ કેન્દ્રીય પ્રધાનોના બેજવાબદાર નિવેદનો હોવાનું જણાવ્યું હતું.પત્રમાં સહી કરનારા અન્ય નિવૃત અધિકારીઓમાં પુર્વ કેબીનેટ સચિવ કે.એમ.ચંદ્રશેખર, દિલ્હીના પુર્વ ઉપરાજયપાલ નજીબ જંગ, યુકે ખાતેના પુર્વ ભારતીય રાજદૂત શિવશંકર મુખર્જી, પુર્વ પોલીસ અધિકારી જુલિયો નિવેરોનો પણ સમાવેશ થાય છે.


Loading...
Advertisement