કોંગ્રેસના ઈમરાન ખેડાવાલા નાગરિકતાનો વિરોધ કરતું લોહીથી લખાયેલું પોસ્ટર લાવ્યા

10 January 2020 05:39 PM
India Politics
  • કોંગ્રેસના ઈમરાન ખેડાવાલા નાગરિકતાનો વિરોધ કરતું લોહીથી લખાયેલું પોસ્ટર લાવ્યા

સીએએ, એનઆરસી અને એનપીઆરનો વિરોધ કરતુ પોસ્ટર વિધાનસભામાં દર્શાવ્યુ: ધમાલ

ગાંધીનગર તા.10
નાગરિકતા કાનૂન એન.આર.સી, સી.એ.એ.અને એન.પી.આર.નો વિરોધ કરતું પોસ્ટર સાથે વિધાનસભામાં પ્રવેશ કરતા જમાલપુર કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા ને પોલીસે અટક આવતાં ઈમરાન ખેડાવાલા નારાજ બન્યા હતા જો કે આ મામલામાં કોંગ્રેસના દંડક શૈલેષ પરમારે દરમિયાનગીરી કરતાં મામલો થાળે પડ્યો હતો.
એનઆરસી સી એ એ અને એનપીઆર નો વિરોધ પ્રદર્શન કરવા આવેલા ઈમરાન ખેડાવાલા
એ તેમના લોહી થી એન.આર.સી, એન.પી.આરઅને સી.એ.એ.નો વિરોધ દર્શાવતું પોષ્ટર વિધાનસભામાં માં રજૂ કરવામાં આવશ તેવી સ્પષ્ટતા કરી હતી આ તબક્કે તેમણે સરકાર સમક્ષ આક્ષેપ કર્યો હતો કે ભાજપ સરકાર બહુમતીના જોરે આ પ્રસ્તાવ પસાર કરશે કારણ કે ગુજરાતમાં ભાજપને બહુમતી છે જોકે સરકાર સામે અમારો વિરોધ અકબંધ રહે છે આજે ભારતમાં અલગ-અલગ સ્વૈચ્છિક સંગઠનો અને સંસ્થાઓ પણ એન આર સી અને સીએ માટે ચિંતિત બની ગઈ છે કોંગ્રેસ આ કાયદાની રદ કરવા અપીલ પણ કરી શકી છે ત્યારે આજે વિધાનસભાગૃહમાં હું મારા લોહીથી લખેલું વિરોધ પોસ્ટર સાથે લઈ જઈશ એમ જણાવ્યું હતું કે આ તબક્કે સાથે વિધાનસભામાં પ્રવેશ કરતાં સુરક્ષાકર્મીઓએ ઈમરાન ખેડાવાલા ની અટકાયત કરવા પ્રયત્ન કર્યો હતો આ તબક્કે કોંગ્રેસના દંડક શૈલેષભાઇ પરમાર દરમિયાનગીરી કરી હતી અને સાર્જન્ટ તેમને સમજાવ્યા હતા કે બેનર સાથે વિરોધ પ્રદર્શન કરવું એ ધારાસભ્ય નો હક છે એટલું જ નહીં વિધાનસભા ગૃહ ની અંદર જ્યારે પ્રદર્શન થાય તે સમય અત્યારે જે સજા કરશે તે લાગુ પડશે એમ કહેતા મામલો થાળે પડ્યો હતો આ તબક્કે શૈલેષ પરમારે પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે ઓબીસી એસટી અને એસ.સી ને બુધવાર 25 જાન્યુઆરી 2019 ના રોજ પૂરી થઈ ગઈ છે જેને વધારવા માટે કોંગ્રેસ સમર્થન આપશે જ્યારે સીએએ ,એનપીઆર અને એન આર.સી ના મુદ્દે અમારો વિરોધ ચાલુ રહેશે તેમ જણાવ્યું હતું


Loading...
Advertisement