જસદણ પાલિકાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા

10 January 2020 03:56 PM
Jasdan Saurashtra
  • જસદણ પાલિકાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા

(ધર્મેશ કલ્યાણી) જસદણ તા.10
જસદણ નગરપાલિકાના વોર્ડ નં 6 ની તારીખ 27/1ના રોજ પેટા ચૂંટણી યોજાવાની છે ત્યારે કોંગ્રેસ પક્ષ તરફથી ધીરૂભાઈ મોહનભાઈ છાયાણી તથા રંજનબેન નિલેષભાઈ તોગડીયા એ ગઈકાલે જસદણ સેવા સદન ખાતે પ્રાંત અધિકારી પ્રિયંકકુમાર ગલચર ને ઉમેદવારી પત્રક રજૂ કર્યા હતાં. વોર્ડ નં. છ ના ભાજપના નગરસેવક રાજુભાઇ ધાધલે રાજીનામુ આપતા આ પેટા ચૂંટણી યોજાઈ રહી છે. જોકે અત્યારે સ્પષ્ટ બહુમતી સાથે પાલિકામાં ભાજપનું શાશન છે.

અત્રે ઉલ્લેખનીય છે કે નગરપાલિકા ના વોર્ડ નં 6 ની પેંટા ચૂંટણી માં કોંગ્રેસ પક્ષ તરફથી ઉમેદવારી પત્રક રજૂ કરનાર ધીરૂભાઈ છાયાણી તેમજ રંજનબેન તોગડીયા અગાઉ પણ જસદણ નગરપાલિકા માં સદસ્ય રહી ચૂકેલા છે. ઉમેદવારી પત્રક રજૂ કરતી વેળાએ પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહેલ, જીલ્લા પંચાયતના સદસ્ય અવસરભાઈ નાકીયા, પ્રદેશ કોંગ્રેસ ના ઉપપ્રમુખ ગજેન્દ્રભાઈ રામાણી, જસદણ શહેર કોંગ્રેસ પ્રમુખ સુરેશભાઈ છાયાણી, જસદણ વિધાનસભા કોંગ્રેસ સોશિયલ મિડીયા ડિપાર્ટમેન્ટના કોર્ડીનેટર મેહુલભાઈ સંઘવી, શહેર કોર્ડીનેટર ગિતેશભાઈ અંબાણી, જીલ્લા માઈનોરિટી ડીપાર્ટમેન્ટના ચેરમેન બશીરભાઈ પરમાર, જસદણ નગરપાલિકાના વિપક્ષી નેતા હરેશભાઈ ધાધલ, જયેશભાઈ મયાત્રા સહિતના ટેકેદારો તેમજ આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


Loading...
Advertisement