લોકસભા ચૂંટણી પુર્વે ભાજપને રૂા.2410 કરોડનું જંગી ફંડ; 1450 કરોડ બોન્ડથી મળ્યા

10 January 2020 03:24 PM
India Politics
  • લોકસભા ચૂંટણી પુર્વે ભાજપને રૂા.2410 કરોડનું જંગી ફંડ; 1450 કરોડ બોન્ડથી મળ્યા

કોંગ્રેસને 918 કરોડમાંથી 383 કરોડ ચૂંટણી બોન્ડ મારફત મળ્યા

નવી દિલ્હી તા.10
લોકસભાની ગત ચૂંટણી પુર્વે ભાજપ્ને 2410 કરોડનું રાજકીય ફંડ મળ્યું હતું. તેમાંથી 60 ટકા અર્થાત 1450 કરોડ વિવાદીત નઈલેકટ્રોલ બોન્ડથ મારફત મળ્યા હતા. ઈલેકટ્રોલ બોન્ડ મારફત નાણાં આપ્નારી વ્યક્તિની ઓળખ જાહેર થતી નથી.

કોંગ્રેસને કુલ 918 કરોડ મળ્યા હતા તેમાંથી 383 કરોડ અર્થાત 41 ટકા ઈલેકટ્રોલ બોન્ડ મારફત મળ્યા હતા. ચૂંટણી ફંડ આપતા દાતાના નામો ખાનગી રહેતા હોવાથી કોંગ્રેસ સહિતના વિરોધપક્ષોએ જોરદાર વાંધો ઉઠાવ્યો જ છે. આ મામલે માસાંતે સર્વોચ્ચ અદાલતમાં સુનાવણી પણ થવાની છે.માર્ચ 2018 થી મે 2019 દરમ્યાન કુલ 5000 કરોડના ઈલેકટ્રોલ બોન્ડ ઈસ્યુ થયા હતા.

ભાજપ-કોંગ્રેસ દ્વારા 2018-19ના ઓડીટ કરાયેલા હિસાબી રીપોર્ટ ચૂંટણી પંચને સોંપી દેવામાં આવ્યો છે. 2017-18ના ઓડિટ રીપોર્ટમાં માત્ર 222 કરોડના ઈલેકટ્રોલ બોન્ડ મારફત રાજકીય પક્ષોને નાણાં મળ્યા હતા તેમાંથી 95 ટકા અર્થાત 210 કરોડ માત્ર ભાજપ્ને મળ્યા હતા.2013-14ના નાણાકીય વર્ષથી ભાજપ્ને સૌથી વધુ ફંડ મળી રહ્યું છે.

2018-19ના રિપોર્ટમાં કેટલાક અન્ય મુદાઓ પણ ઉપસ્યા છે. 2016-17થી દર વર્ષે સરેરાશ 1000 કરોડ મેળવતા ભાજપ્ને 2018-19માં 1410 કરોડ જેટલા જંગી નાણાં મળ્યા હતા. 1450 કરોડ ચૂંટણી બોન્ડથી મળ્યા તે સિવાય 356 કરોડ ટાટા સમર્થિત પ્રુડેન્ટ ઈલેકટ્રોલ ટ્રસ્ટથી મળ્યા હતા. 2018-19માં ભાજપ દ્વારા 1005 કરોડનો ખર્ચ કરાયો હતો. 2017-18માં 758 કરોડનો ખર્ચ કર્યો હતો. ભાજપ્ના 2018-19ના વર્ષના રિપોર્ટ મુજબ ચૂંટણીમાં 792 કરોડનો ખર્ચ કરાયો તેમાંથી 435 કરોડ પ્રચાર અને વિજ્ઞાપ્નમાં વાપર્યા હતા. 60 કરોડ ઉમેદવારોને આપ્યા હતા. 69 કરોડનો ખર્ચ રેલી પાછળ કર્યો હતો. 67 કરોડનો ખર્ચ જુદી-જુદી મીટીંગમાં થયો હતો.

કોંગ્રેસને મળેલા 918 કરોડમાંથી 55 કરોડ ટાટા ટ્રસ્ટ તરફથી મળ્યા હતા. પાર્ટીએ ચૂંટણીમાં 369 કરોડનો ખર્ચ કર્યો હતો. મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીને 192 કરોડનુ ચૂંટણી ફંડ મળ્યુ હતું તેમાંથી 11 કરોડનો ખર્ચ કર્યો હતો. 97 કરોડ ચૂંટણી બોન્ડ મારફત મળ્યા હતા. માર્કસવાદી પક્ષને 100 કરોડનું ફંડ મળ્યુ હતું તેમાંથી 71 કરોડના ખર્ચ કર્યો હતો.માયાવતીના બસપાને 69 કરોડ મળ્યા હતા અને 48 કરોડનો ખર્ચ કર્યો હતો. સામ્યવાદી પક્ષને માત્ર સાત કરોડનું જ ચૂંટણી ફંડ મળ્યું હતું.


Loading...
Advertisement