અમેરિકી સંસદે ઈરાન સામે લશ્કરી કાર્યવાહી કરવા ટ્રમ્પની સતા મર્યાદીત કરી: ટ્રમ્પ હજુ પણ લડાયક મિજાજમાં

10 January 2020 03:21 PM
India World
  • અમેરિકી સંસદે ઈરાન સામે લશ્કરી કાર્યવાહી કરવા ટ્રમ્પની સતા મર્યાદીત કરી: ટ્રમ્પ હજુ પણ લડાયક મિજાજમાં

ઈસ્લામીક આતંકવાદ સામે લડી લેવાનો હુંકાર

વોશિંગ્ટન તા.10
ઈરાન સાથે ચાલુ રહેલી તંગદીલી વચ્ચે અમેરિકી પ્રમુખ ઈસ્લામીક આતંકવાદ અને દુશ્મનોને પાઠ ભણાવવાની વાતો સાથે અમેરિકી ગર્વ અને મહાનતાનો ઉલ્લેખ કરવાનું ચૂકતા નથી. નોંધપાત્ર છે કે અમેરિકી પ્રતિનિધિસભાએ ઈરાન સામે લશ્કરી કાર્યવાહી કરવા બાબતે તેમની સતા મર્યાદીત કરતો ઠરાવ પસાર કર્યા છતાં ટ્રમ્પના જુસ્સામાં ઓટ આવી નથી. તેમણે ઓહાયોના ટોલેટોમાં એક સભાને સંબોધતા ઈસ્લામીક આતંકવાદ સામે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે અમેરિકી નાગરિકોના જીવ બચાવવા તે ગમે તે હદે જશે. આ માટે અમે કોઈ પણ કસર છોડીશું નહીં. અમે કયારેય અમેરિકાના દુશ્મનો માટે કોઈ બહાનું નહીં કાઢીએ.

ઈસ્લામીક આતંકવાદનો ઉલ્લેખ કરતાં ટ્રમ્પે જણાવ્યું હતું કે કટ્ટરપંથી ઈસ્લામીક આતંકવાદનો નાશ કરવા કામ કરવાનું કયારેય બંધ નહીં કરીએ.દરમિયાન, અમેરિકી પ્રતિનિધિસભાએ ગઈકાલે પ્રમુખના યુદ્ધસભા સંબંધી ઠરાવ પસાર કર્યો હતો એ મુજબ કોંગ્રેસ (સંસદ)ની અનુમતી વગર પ્રમુખ ઈરાન સામે લશ્કરી કાર્યવાહી મર્યાદીત રીતે જ કરી શકશે.

ઈરાન દ્વારા ઈરાક સ્થિત અમેરિકી લશ્કરના બે થાણા પર મિસાઈલ હુમલાના એક દિવસ પછી આ ઠરાવ રજુ કરવામાં આવ્યો હતો.

આ અગાઉ ગૃહના સ્પીકર નેન્સી પેલોસીએ ટિવટ કરી સુલેમાનીની હત્યા માટે કરવામાં આવેલી એરસ્ટ્રાઈકને એક ઉતેજક અને અસંગત ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે હુમલો કરવાનો નિર્ણય કોંગ્રેસ સાથે પરામર્શ કર્યા વગર લેવાયો હતો.


Loading...
Advertisement