કૃભકોની ચૂંટણીમાં વા. ચેરમેન વાઘજીભાઈ બોડાને હરાવી મગનભાઈ વડાવીયાનો વિજય વાવટો

10 January 2020 12:50 PM
Morbi Politics
  • કૃભકોની ચૂંટણીમાં વા. ચેરમેન વાઘજીભાઈ બોડાને હરાવી મગનભાઈ વડાવીયાનો વિજય વાવટો

ગુજરાતનું પ્રતિનિધિત્વ હવે મોરબી યાર્ડના ચેરમેન કરશે : મગફળી કૌભાંડમાં સરકાર સામે આક્ષેપો વરસાવનાર વાઘજીભાઈ બોડાને ઘરભેગુ થવું પડ્યું : રાદડીયાનું ઓપરેશન

(જીજ્ઞેશ ભટ્ટ દ્વારા), મોરબી,તા. 10
કૃભકોના નવા ડિરેક્ટર માટે દેશમાં ચૂંટણી યોજવામાં આવી હતી જે પૈકીની 8 બેઠકો બિનહરીફ થઇ ગઇ હતી. તેમાં ગુજરાતની એક બેઠક ઉપર ચૂંટણી થતા અને આ ચૂંટણીમાં કૃભકોનાં વર્તમાન વાઈસ ચેરમેનને હરાવી ોરબી યાર્ડના ચેરમેન મગનભાઈ વડાવીયા 48 મતની લીડ સાથે વિજેતા બન્યા છે જેથી ચોમેરથી ખેડૂત નેતા પર અભિનંદનની વર્ષા થઇ રહી છે.
દિલ્હી કૃભકોના ડિરેક્ટરોની મુદત પૂરી થઇ ગઇ હોવાના કારણે નવ ડિરેક્ટરની જગ્યા ભરવા માટે ચૂંટણી જાહેર કરવામાં આવી હતી. આ નવ બેઠકો પૈકીના આઠ ડિરેક્ટરોની જગ્યા બિનહરીફ જાહેર કરી દેવામાં આવી હતી જો કે ગુજરાતની એક બેઠક માટે મોરબી માર્કેટીંગ યાર્ડના ચેરમેન મગનભાઈ વડાવીયા તેમજ કૃભકોના વર્તમાન ચેરમેન વાઘજીભાઈ બોડા એ ઉમેદવારી નોંધાવી હતી. જેથી દિલ્હી ખાતે ચૂંટણી યોજાઈ હતી જેમાં 239માંથી 231 મતદારો દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. તેને મતગણતરી કરવામાં આવતા 231 મતમાંથી મગનભાઈ વડાવીયાને 136 અને વાઘજીભાઈ બોડાને 88 મત મળ્યા હતાં. તો 8 મત ખોટા પડ્યા હતાં.
આમ કુલ મળીને 48મતની લીડ સાથે વાઘજીભાઈ બોડાની સામે મગનભાઈ વડાવીયાનો વિજય થયો છે જેથીત કૃભકોના નવા બોર્ડ ઓફ ડિરેક્ટર ગુજરાતનું પ્રતિનિધિત્વ મગનભાઈ વડાવીયા કરશે.
મગનભાઈ વડાવીયાને જીતાડવા માટે મંત્રી જયેશભાઈ રાદડીયા, અરવિંદ તાળા, દિલીપ સંઘાણી વગેરેએ દિલ્હીમાં ધામા નાંખ્યા હતાં. અને જીત નિશ્ર્ચિત કરી હતી. તો ચૂંટણી હારનાર વાઘજીભાઈ બોડાએ મગફળી પ્રકરણમાં સરકાર અને રાદડીયા સામે આક્ષેપો કર્યા હતાં. જેનો બદલો પણ તેમણે ચૂકવવો પડ્યાનું માનવામાં આવે છે !


Loading...
Advertisement