ગોંડલના નાયબ મામલતદારને લાંચના ગુનામાં ત્રણ વર્ષની સજા

10 January 2020 10:36 AM
Gondal Crime Rajkot Saurashtra
  • ગોંડલના નાયબ મામલતદારને લાંચના ગુનામાં ત્રણ વર્ષની સજા

14 વર્ષ પહેલા દાખલા માટે એક હજારની લાંચ લેતા એસીબીએ રંગે હાથ ઝડપી લીધા હતા

(જીતેન્દ્ર આચાર્ય)
ગોંડલ તા.10
ગોંડલના નાયબ મામલતદારને લાંચના ગુનામાં અદાલતે ત્રણ વર્ષની સજા ફટકારી છે. રાજકોટના ધારાશાસ્ત્રી પાસેથી 14 વર્ષ પહેલા મામલતદાર કચેરી કોટડાસાંગાણી ખાતે તે સમયે રેવન્યુ શાખામાં ફરજ બજાવતાં સર્કલ ઓફિસરે ખાતેદાર ખેડૂત નો દાખલો આપવા માટે અભિપ્રાય માટે રૂપિયા એક હજારની લાંચ માંગી હતી અને એસીબીના હાથે ઝડપાઈ જવા પામ્યા હતા જે અંગેના કેસમાં ગોંડલ સેશન્સ કોર્ટે ત્રણ વર્ષની સજા ફરમાવતો હુકમ કર્યો છે.

હાલ ગોંડલ ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતાં નાથાભાઈ માલાભાઈ પરમારે 14 વર્ષ પહેલા કોટડાસાંગાણી મામલતદાર કચેરી ખાતે સર્કલ ઓફિસરની ફરજ દરમિયાન રાજકોટના ધારાશાસ્ત્રી શામજીભાઈ જાગાભાઈ શેખડા પાસેથી ખાતેદાર ખેડૂત નો દાખલો આપવા માટે અને અભિપ્રાય માટે રૂપિયા એક હજારની લાંચ માંગી હતી અને એસીબી એ રંગેહાથ ઝડપી લીધેલ હતા જે અંગેનો કેસ ગોંડલ સેશન્સ કોર્ટમાં ન્યાયમૂર્તિ શ્રી એમપી પુરોહિત સમક્ષ ચાલી જતા સરકારી વકીલ ઘનશ્યામભાઈ ડોબરીયા ની ધારદાર દલીલો, છ સાહેદોની તપાસ, પંચની જુબાની ને ધ્યાનમાં રાખી લાંચરૂશ્વત ધારા 1988 ની કલમ 7 તથા 13(1) ઘ તથા 13 (2) મુજબના ગુનામાં નાયબ મામલતદાર નાથાભાઈ માલાભાઈ પરમારને તકસીરવાન ઠરાવી 3 વર્ષની સજા ફરમાવતો હુકમ કર્યો હતો.


Loading...
Advertisement