રાજકોટમાં 9 હજાર નકલી કાર્ડ

09 January 2020 07:24 PM
Rajkot Video

રાજકોટ જિલ્લામાં 9000 જેટલા નકલી આયુષ્માન કાર્ડ કાઢીને સરકાર તેમજ સાચા લાભાર્થીઓ સાથે છેતરપિંડી કરી કૌભાંડ થયાનું ખુલ્યું છે અને તેમાં 9 ઓપરેટરને છૂટા કરવાનો આદેશ થયો છે. આ તપાસમાં રાજકોટ જિલ્લામાંથી 9000 નકલી આયુષ્માન કાર્ડ નીકળ્યા હોવાનું ખુલ્યું છે. જિલ્લા આરોગ્ય અધિકારીના જણાવ્યા અનુસાર એક જ એચએચઆઈડીનો ઉપયોગ કરી એક પરિવારમાં 250થી 300 લોકોને ઉમેરી નવા કાર્ડ કઢાવ્યા હતા. જે સંદર્ભે કલેક્ટરના આદેશ અનુસાર 9 ઓપરેટરને છૂટા કરી દેવાયા છે. કાયદાકીય કાર્યવાહી કરવા તેમજ ગુનો નોંધવા માટે કમિટી રચાઈ છે. કઈ રીતે અને ક્યાંથી કાર્ડ નીકળ્યા હતા તે મામલે સાયબર સેલની પણ મદદ લેવાય તેવી શક્યતા છે.


Loading...
Advertisement