ફકત 10 મીનીટમાં રૂા.10 કરોડની લુંટને અંજામ: લુંટારુમાં કોઈ જાણકાર: તિજોરીને બે ચાવી યોગ્યક્રમમાં લગાવી

09 January 2020 05:52 PM
Surat Crime Gujarat
  • ફકત 10 મીનીટમાં રૂા.10 કરોડની લુંટને અંજામ: લુંટારુમાં કોઈ જાણકાર: તિજોરીને બે ચાવી યોગ્યક્રમમાં લગાવી

લુંટારુઓએ કર્મચારીઓને સેલોટેપથી બાંધી દીધા: રૂા.8 કરોડનું સોનુ રૂા.2 કરોડ રોકડા ઉઠાવ્યા: પોલીસ ઉંધા માથે

રાજકોટ: વાપીના ભરચક ચણોદ વિસ્તારમાં આજે સવારે રૂા.8 કરોડના સોના સહિત રૂા.10 કરોડની લુંટમાં પોલીસને નજીકના સ્થળેથી લુંટારુઓના સીસીટીવી ફુટેજ મળ્યા છે.

જેના પરથી આરોપીઓને ઓળખવાની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આટલી મોટી લુંટને ફકત 10 મીનીટમાંજ અંદાજ અપાયો તે એક સૌથી મોટું આશ્ચર્ય છે. કર્મચારીઓને જાડી સેલોટેપથી બાંધી દેવાયા હતા અને લુંટારુઓ અગાઉથી જાણતા હોય તેમ સોનું શોધીને તેમની પાસેથી અને ઓફીસમાં પડેલી બેગમાં ભરી લીધું હતું. આ ઈમારત ચંદ્રલોક એપાર્ટમેન્ટ તરીકે ઓળખાય છે અને સવારે 9.45 વાગ્યે આઈઆઈએફએલની ઓફીસ નિર્ધારિત ખુલે છે અને લુંટારુઓ તે ખુલવાની રાહ જોતા હોય તેમ હજું કર્મચારીઓ તેમના કામકાજ સંભાળી રહ્યા હતા તે સમયે જ 10 વાગ્યે ત્રાટકયા હતા. કુલ છ બુકાનીધારીઓ હતા અને તેઓ પાસે તમંચા કે રીવોલ્વર જેવું ઘાતક ફાયર માર્ચ હતું. તેઓએ કર્મચારીઓને સાથે ઉભા રાખીને સેલોટેપથી બાંધી દીધા અને પછી લોકરની ચાવી લઈ તે અગાઉતી જાણતા હોય તેમ એક બાદ એક બે ચાવી લગાવી લોકર ખોલી નાખ્યું હતું તથા સોનુ ભેગુ કરી લીધુ. તેઓએ બેગમાં સોનાના દાગીના ખીચોખીચ ભર્યા હતા જેમ ઉપડી શકે તેમ ન હોવાથી માંડ માંડ ઉપાડીને તેવો જતા હોય તેમ સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા તથા રોકડ પણ ઉપાડી લીધી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ જે રીતે લુંટ ચલાવાઈ તેની લુંટારુમાં કોઈક આ ઓફિસની કામગીરીથી જાણીતા હતા. ચાવી-રોકડ વિ.ની તેને ખબર હતી તેથી પોલીસે હાલના કે પુર્વ કર્મચારી પર તપાસ કેન્દ્રીત કરી છે.


Loading...
Advertisement