જસદણના ચેક રિટર્ન કેસમાં એક વર્ષની કેદ

09 January 2020 03:47 PM
Jasdan Crime Saurashtra
  • જસદણના ચેક રિટર્ન કેસમાં એક વર્ષની કેદ

જસદણ તા.9
જસદણમાં ચીતલીયા કુવા રોડ ઉપર રહેતા ખેડુત આગેવાન અજયભાઈ ઉકાભાઈ છાયાણીને અંગત વ્યવહાર સાચવવા પૈસાની જરૂરીયાત ઉપસ્થિત થયેલ હતી જેથી તેના ખાસ મિત્ર અને લાતીપ્લોટ વિસ્તારમાં હેન્ડીગ્રાફટનો વ્યવાય કરતા હિતેશભાઈ મેરામભાઈ હણ પાસેથી રૂા. છ લાખ પૂરા 2016ની સાલમાં ઉછીના લીધેલ હતા. આ પૈસા તેઓને સમયસર પરત મળે તે માટે થઈ એસબીઆઈ બેંક જસદણ શાખાનો ચેક રૂા.છ લાખ પૂરા આપેલ હતા. જે ચેક હિતેશભાઈ તેમા એચડીએફસી બેંક જસદણના ખાતામાં જમા કરાવતા સદરહું ચેક બેંકમાં પુરતું બેલેન્સ ન હોવાથી વગર સ્વીકાર્યે પરત આવેલ હતો. જેથી હિતેશભાઈએ તેમના વકીલ ભરતભાઈ અંબાણી મારફત ચીફ.જયુ.મેજી. કોર્ટમાં ફરીયાદ નોંધાવવામાં આવેલ હતી.
જસદણ કોર્ટમાં સને 2017ની સાલથી લાંબી કાનૂની લડત ચાલેલ હતી. અને અજયભાઈ દ્વારા પુરાવો રજૂ કરી અનેક તકરારો ઉપસ્થિત કરવામાં આવેલહતી. અને ચેક ખોટી રીતે લખાયેલો છે. નોટીસ મળેલ નથી. ફરીયાદી વ્યાજવટાનો ધંધો કરે છે. જેવા અનેક વાંધાઓ રજૂ કરવામાં આવેલ હતા. ફરીયાદી પક્ષના વકીલ દ્વારા સુપ્રીમ કોર્ટ તતા ગુજરાત હાઈકોર્ટના જજમેન્ટ રજુ કરી કાયદાકીય રજુઆતો કરેલ હતી. જે વિગતો અને દલીલો ધ્યાને લઈ જસદણના ચીફ.જયુ. ચાચુએ અજય ઉકાભાઈ છાયાણીને એક વર્ષની કેદની સજા તથા રૂા.છ લાખનો દંડ કરેલો હતો. આ દંડની રકમ ન ભરે તો વધુ છ માસની સજાનો હુકમ ફરમાવેલો છે. ફરીયાદ પક્ષે વકીલ તરીકે નોટરી ભરતભાઈ અંબાણી, ભાવેશભાઈ ડાભી, મનસુખભાઈ ડાભી, કુલદીપભાઈ જાદવ રોકાયેલ હતા.


Loading...
Advertisement