બોટાદની સાકરીયા મહિલા કોલેજમાં રાષ્ટ્રીય સેવા યોજનાની શિબિર ભવ્ય રીતે સંપન્ન

09 January 2020 10:53 AM
Botad
  • બોટાદની સાકરીયા મહિલા કોલેજમાં રાષ્ટ્રીય સેવા યોજનાની શિબિર ભવ્ય રીતે સંપન્ન
  • બોટાદની સાકરીયા મહિલા કોલેજમાં રાષ્ટ્રીય સેવા યોજનાની શિબિર ભવ્ય રીતે સંપન્ન

બોટાદ તા.9
સરદાર વલ્લભભાઇ પટેલ એજ્યુકેશનલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ બોટાદ સંચાલિત તથા મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ભાવનગર સંલગ્ન વી.એમ.સાકરિયા મહિલા આર્ટ્સ કોલેજ તથા વી.એમ. સાકરિયા મહિલા કોમર્સ કોલેજની રાષ્ટ્રીય સેવા યોજના એકમની વાર્ષિક શિબિર ગાંધી-150 અને એન.એસ.એસ.-50 માં વર્ષની ઉજવણી નિમિતે સામાજીક સલામતિ, સ્વચ્છતા અને સમરસતા વિષયે તારીખ 30ને મંગળવારથી તા.6/1 દરમ્યાન બોટાદ જિલ્લા અને તાલુકાનાં રતનવાવ ગામે યોજાયેલ.આ શિબિરમાં તા 31-12ને મંગળવારના રોજ ઉદ્દઘાટન સમારોહ દરમ્યાન ઉદ્દઘાટક હર્ષદ મહેતા જિલ્લા પોલીસ અધિક્ષક, બોટાદ. અધ્યક્ષ એસ.કે.ધનાણી, પ્રમુખ સ.વ.પ ટ્રસ્ટ. તથા ડો.જે.બી.ચંદ્રાણી, મંત્રી , સ.વ.પ. ટ્રસ્ટ બોટાદ, મુખ્ય મહેમાન વેલજીભાઈ શેટા, ગ્રામ અગ્રણી - હાલ.સુરત, ડો. સ્ટેન્લી ભણાત, કો-ઓર્ડિનેટર રાષ્ટ્રીય સેવા યોજના મ.કૃ.ભાવનગર યુનિવર્સિટી, ભાવનગર સાથે અતિથિ વિશેષ મંજુલાબેન એચ.સલીયા,સરપંચ ,રતનવાવ ગ્રામ પંચાયત અને સુ. આર.એમ.ચૌહાણ -પી.આઈ., મહિલા પોલીસ સ્ટેશન, બોટાદ અને સમગ્ર ટ્રસ્ટીગણ,કોલેજના ઇન. પ્રિન્સિપાલ ડોં.પારૂલબેન સતાસીયા તેમજ સમગ્ર અધ્યાપકગણ અને બંને યુનિટની 100 સ્વયંસેવિકા બહેનો ગામના આગેવાનો અને રતનવાવ પ્રા.શાળાનાં પ્રિન્સિપાલ શ્રી જયદેવસિંહ ડોડીયા તથા સમગ્ર સ્ટાફ પરિવાર ઉપસ્થિત રહેલ.મહેમાનોએ પ્રસંગોચિત વક્તવ્ય આપેલ.

શિબિર દરમ્યાન - બપોરના સત્રમાં 2 થી 4:30 દરમ્યાન ફ્રી નિદાન કેમ્પ માં ડો. આર. બી. સાંગાણી આંખના સર્જન, ડો. હેમા આર. સાંગાણી દાંતના સર્જન -જીવનધારા હોસ્પિટલ બોટાદ, મણીલાલ ગાંધી પ્રમુખ અને અન્ય સભ્યો દ્વારા ગ્રાહક તકેદારી અન્વયે કાર્યક્રમ - ગ્રાહક સુરક્ષા મંડળ ભાવનગર, જીવનમાં સ્વચ્છતાનું મહત્વ વિષય પર પ.પુ. જયદેવદાસબાપુ, ફકડાનાથની જગ્યા સાથે શ્રી કલ્પેશભાઇ જે. દસાડિયા - આચાર્યશ્રી પ્રા. શાળા ઝમરાળા અને ભુતપૂર્વ શિબિરાર્થિની બહેનો દ્વારા વાર્તાલાપ કરવામાં આવેલ શિબિરને ભવ્ય સફળતા મળી હતી.


Loading...
Advertisement