રાજકોટ: દવા લેવા ગયેલી મહિલાનો હાથ પકડી તબીબે બીભત્સ માંગ કરતા લોકોએ લમધાર્યો....

09 January 2020 09:49 AM
Rajkot Crime Gujarat Saurashtra
  • રાજકોટ: દવા લેવા ગયેલી મહિલાનો હાથ પકડી તબીબે બીભત્સ માંગ કરતા લોકોએ લમધાર્યો....

મહિલાએ ક્લિનિકમાં બનેલી આપવીતી વર્ણવતા પરિવારજનોએ તબીબને ફટકાર્યો, ડોક્ટરની ધરપકડ

રાજકોટ: શહેરના રૈયા ચોકડી પાસે JMC નગરમાં આરએમસી ક્વાર્ટર પાસે ક્લિનિક ધરાવતાં હોમિયોપેથી ડોક્ટર પ્રકાશ બટુકભાઇ પરમારે દવાખાનામાં પોતાની બે વર્ષની દીકરીની શરદીની દવા લેવા આવેલી એક પરિણીતાનો હાથ પકડી લઇ અડપલા કરી નિર્લજ્જ ચેળા કરતાં અને બીભત્સ માંગ કરી હતી. આથી પરિણીતા રડતા રડતા ઘરના સભ્યોને જાણ કરતાં બધા દવાખાને પહોંચ્યા હતાં. જોત જોતામાં લોકો ભેગા થઇ જતાં ડોક્ટરની કરતૂત જાણી ધોલધપાટ શરૂ કરી દીધી હતી. બાદમાં તેને પોલીસને સોંપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ, પરિણીતા ગઇકાલે બપોરે પોતાની બે વર્ષની દીકરીને શરદી થઇ હોય જનતા ડેરીની સામેના ભાગે જેએમસીનગર પાસે આરએમસી ક્વાર્ટર નજીક અક્ષર ક્લિનિક નામે દવાખાનું ધરાવતાં બીએચએમએસ ડોક્ટર પ્રકાશ પાસે દવા લેવા ગયા હતાં. ડોક્ટરે પરિણીતાના ખોળામાં બેસેલી તેની પુત્રીને તપાસી હતી અને એ દરમિયાન અચાનક પરિણીતાનો હાથ પકડી ન બોલાવના શબ્દો બોલી બીભત્સ માંગણી કરતાં પરિણીતા હેબતાઇ ગઇ હતી. દવા લઇ ઘરે આવી ગયા પછી પરિણીતા સતત ચિંતિત થઇ ગઇ હતી. બાદમાં આજે રડવા માંડતા ઘરના સભ્યોએ પૂછપરછ કરતાં પોતાની સાથે ડોક્ટરે અસભ્ય વર્તન કર્યાનું કહેતાં જ સ્વજનો રોષે ભરાયા હતાં અને ડોક્ટરના ક્લિનિકે પહોંચ્યા હતાં. દેકારો થતાં આસપાસના લોકો પણ ભેગા થઇ ગયા હતાં. તબીબે છેડછાડ કર્યાની વાત સાંભળી લોકોએ ડોક્ટર સાથે ધોલધપાટ શરૂ કરી દીધી હતી.

પોલીસને જાણ થતાં યુનિવર્સિટી પોલીસની ગાડી પહોંચી હતી અને ડોક્ટરને સકંજામાં લઇ ભોગ બનનાર પરિણીતાની ફરિયાદ પરથી આઇપીસી 354 મુજબ ગુનો નોંધવાની કાર્યવાહી કરી હતી. લોકોમાં થઇ રહેલી ચર્ચા મુજબ અગાઉ પણ આવી ફરિયાદો ઉઠી હતી. યુનિવર્સિટી પોલીસ મથકના પી.આઇ. આર. એસ. ઠાકરની રાહબરીમાં પીએસઆઇ બી. જી. ડાંગર, હેડકોન્સ. મહિપાલસિંહ સહિતે જરૂરી કાર્યવાહી કરી ડોક્ટરની પૂછપરછ કરી હતી.


Loading...
Advertisement