સુરેન્દ્રનગર જીલ્લામાં નવ માસમાં ૪૧૬ બાળકોના મોત

07 January 2020 01:54 PM
Surendaranagar Government Gujarat Health Saurashtra
  • સુરેન્દ્રનગર જીલ્લામાં નવ માસમાં ૪૧૬ બાળકોના મોત

ડિસેમ્બર માસમાં માત્ર એક જ બાળકનું મોત થયેલું : ગત વર્ષની સરખામણીએ મૃત્યુના પ્રમાણમાં થયો ઘટાડો

(ફારૂક ચૌહાણ) વઢવાણ તા.૭ રાજસ્થાનના જોધપુર એક જ માસમાં ૧૪૬ બાળકોના મોત થયાનો મામલો બહાર આવતા સમગ્ર દેશના આરોગ્ય વિભાગમાં હડકંપ મચી ગયો છે. ઝાલાવાડના આંકડાઓ પર નજર કરીએ તો એપ્રીલ થી ડિસેમ્બર ૨0૧૯ દરમિયાન જિલ્લામાં ૪૧૬ નવજાત બાળકોના મોત થયા છે. ગત વર્ષે આ ૯ માસમાં ૪૨૩ના મોત થયા હતા. રાજસ્થાનના કોટામાં નવજાત બાળકોના મોતનો મામલો સામે આવતા સમગ્ર દેશના આરોગ્ય વિભાગમાં ભૂકંપ આવી ગયો છે.

તેમાં પણ કોટા બાદ રાજસ્થાનના જોધપુરમાં એક જ માસમાં ૧૪૬ બાળકોના મોત થયાની વિગતો બહાર આવી હતી. જયારે ગુજરાતના રાજકોટ જેવા મેટ્રો સીટીમાં પણ પરિસ્થિતિ ગંભીર છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ગત વર્ષે એપ્રીલ ૨0૧૮ થી ડિસેમ્બર ૨0૧૮ દરમિયાન ૪૨૩ બાળકોના મોત થયા હતા. જયારે ચાલુ વર્ષે એપ્રીલ ૨0૧૯થી ડિસેમ્બર ૨0૧૯ દરમિયાન કુલ ૨૨૧૩૨ બાળકોનો જન્મ થયો છે. જે પૈકી ૪૧૬ નવજાત બાળકોના મોત થયા છે. ચાલુ વર્ષે જે બાળકોના મોત થયા છે. તેમાં જન્મ અને મૃત્યુદર જોતા દર ૫૪ જન્મતા બાળકમાંથી એક બાળક મૃત્યુ પામે છે. સુરેન્દ્રનગર જિલ્લાની ગાંધી હોસ્પિટલમાં નવજાત શીશુની સારવાર માટેનું એસ.એચ.સી.યુ. (સીક ન્યુબોર્ન કેર યુનીટ) શરૂ કરાયુ છે. જેમાં નવજાત શીશુઓને સારવાર માટે રાખવામાં આવે છે.

 

જિલ્લા માં ફક્ત ડિસેમ્બર માસ માં એક બાળક નું જ મોત થયું.. સુરેન્દ્રનગર જિલ્લા ની ગાંધી હોસ્પિટલ ના રાવલ સાહેબ સાથે ટેલિફોનિક વાત કરતા સુરેન્દ્રનગર જિલ્લા ની ગાંધી હોસ્પિટલમાં એક માસ એટલે કે ડિસેમ્બર માસ માં ફકત એક બાળક નું મોત નિપજીયુ હોવા નું જણાવ્યુ હતું.ત્યારે આ બાળક પણ જન્મતા ફક્ત ૫00 ગ્રામ નું હોવા ના કારણે બચાવવા માં અસમર્થ નિવડાવવા માં આવીયું હતું.. અધૂરા માસે જન્મ અને ઓછુ વજન કારણભૂત.. સુરેન્દ્રનગર જિલ્લામાં એક પણ પ્રસુતી ઘરે થતી નથી. સગર્ભાવસ્થાની શરૂઆતથી પ્રસુતી બાદ પણ આશા બહેનો સગર્ભાના સંપર્કમાં રહેતા હોય છે. આ ઉપરાંત જે બાળમરણના કિસ્સા સામે આવે છે તેમાં મોટાભાગે અધુરા માસે જન્મેલા બાળકો કે જન્મતાની સાથે વજન ઓછુ હોય તેવા બાળકોનું પ્રમાણ વધુ હોય છે. તેમ જીલ્લા આરોગ્ય અધિકારી પી.કે.પરમારે જણાવ્યું છે.


Loading...
Advertisement