આવતીકાલે મોબાઈલ દુકાનદારોનું ભારત બંધ

07 January 2020 01:47 PM
Business India
  • આવતીકાલે મોબાઈલ દુકાનદારોનું ભારત બંધ

મોબાઈલના વ્યવસાયમાં ચાલતી અયોગ્ય ઓનલાઈન નીતિ, મોબાઈલ બ્રેન્ડ્સની નીતિ સામે દુકાનદારો વિરોધ-પ્રદર્શન કરશે : દિલ્હીના રામલીલા મેદાનમાં દેશભરના 25000 દુકાનદારો ભેગા થશે

મંબઈ : ભારતમાં અત્યારે મોબાઈલનાં અંદાજે 1 લાખ દુકાનદારો છે જેઓ આ વ્યવસાયમાં ચાલી રહેલી કેટલીક ગેરરીતિનો વિરોધ દર્શાવવા માટે આવતીકાલે દેશભરમાં તેમની દુકાનો બંધ રાખશે. આ જ દિવસે દિલ્હીનાં રામલીલા મેદાનમાં દેશભરમાંથી પહોંચેલા 25,000 જેટલા દુકાનદારો આ વ્યવસાયમાં તેમને થઇ રહેલી મુશ્કેલી બાબતે પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડશે.

આ આંદોલનના એક ભાગરુપે ગઇકાલે થાણેના 120 દુકાનદારોએ ભેગા થઇને શાંતિ-પ્રદર્શન કર્યું હતું. આમાંના કેટલાક દુકાનદારો દિલ્હીમાં કરવામાં આવનારા આંદોલનમાં સામેલ થશે. ઓલ ઇન્ડીયા મોબાઈલ રિટેલર્સ એસોસિએશનની કોર કમિટીના સભ્ય રાજુ છેડાએ કહ્યું હતું કે મોબાઈલના વ્યવસાયમાં ચાલતી કેટલીક ગેરરીતિ અને દુકાનદારોને થતી મુશ્કેલી બાબતે સરકાર સુધી અવાજ પહોંચાડવા આવતીકાલે દેશભરની અંદાજે 1 લાખ મોબાઈલની દુકાનો બંધ રહેશે.


Loading...
Advertisement