તમારા રૂમના AC માં હવે 24 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સેટ કરેલું હશે

07 January 2020 12:47 PM
Health India Technology
  • તમારા રૂમના AC માં હવે 24 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સેટ કરેલું હશે

1 જાન્યુ.થી અમલી બન્યું એનર્જી પર્ફોમન્સ સ્ટાન્ડર્ડ

મુંબઈ : બ્યુરો ઓફ એનર્જી એફિસિયન્સી (બીઇઇ)એ જણાવ્યું છે કે તમામ રૂમ એરક્ધડીશર્ન્સનું તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ સેટ કરેલું હોવું જોઇએ. એનો અર્થ એ થયો કે જ્યારે એર-ક્ધડીશનર ચાલુ કરવામાં આવે ત્યારે એ 24 ડિગ્રી સેલ્સિયસથી શરુ થશે.
બીઇઇ સાથે પરામર્શ કરી કેન્દ્ર સરકારે 30 ઓક્ટોબર, 2019એ નવા એનર્જી પર્ફોમન્સ સ્ટાન્ડર્ડ જાહેર કર્યાં હતાં.
નોટિફિકેશન મુજબ એનર્જી એફિસિયન્સી આધારિત ભારતમાં બનાવાયેલા એક સ્ટારથી પાંચ સ્ટાર રેટ ધરાવતા તમામ બ્રાન્ડ અને ટાઈપનાં સ્ટાર રેટ ધરાવતા સ્ટાર લેબલ્ડ આરએસી 1 જાન્યુઆરી, 2020થી રૂમ એર-ક્ધડીશનરમાં 24 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ડિફોલ્ટ સેટિંગ કરેલા હોવા હોવા જોઇએ.
નવા સ્ટાન્ડર્ડ મુજબ ઇન્ડીયન સિમેનલ એનર્જી એફિસિયન્સી રેટિલો (આઈએસઇઇઆર) સ્પિલટ એસી માટે 3.30થી 5 અને વિન્ડો એર ક્ધડીશનર માટે 2.70થી 3.50 રેશિયો ધરાવતા હશે.
24 ડિગ્રી સેલ્સિયસ ડિફોલ્ટ ટેમ્પરેચર સ્વિચના આ પર્ફોમન્સ સ્ટાન્ડર્ડ 1 જાન્યુઆરી, 2020થી અમલી બનશે.
બીઇઇએ 2006માં ફિકસ્ડ-સ્પીડ આરએસી માટે સ્વૈચ્છિક ધોરણો સ્ટાર લેબસિંગ લોંચ કર્યા હતાં. અને 12 જાન્યુઆરી 2009એ એને ફરજિયાત બનાવ્યા હતાં.
એ પછી 2015માં ઇન્વર્ટર આરએસી માટે સ્ટાર લેબસિંગ કાર્યક્રમ શરુ કરાયો હતો અને 1 જાન્યુઆરી, 2018થી ફરજિયાત બનાવાયો હતો.
આરએસી માટે સ્ટાર લેબસિંગ કાર્યક્રમથી 2017-18માં વીજળીના 4.6 અબજ યુનિટની બચત થઇ હતી.


Loading...
Advertisement