દીકરાને મોબાઇલનું વળગણ છોડાવવા પપ્પા તેને એક મહિનો મોન્ગોલિયા ફરવા લઇ ગયાં

07 January 2020 11:54 AM
Off-beat Travel
  • દીકરાને મોબાઇલનું વળગણ છોડાવવા પપ્પા તેને એક મહિનો મોન્ગોલિયા ફરવા લઇ ગયાં

યુવાવર્ગમાં વધતું જતું મોબાઈલનું વળગણ મા-બાપ માટે ચિંતાનો વિષય છે.દરેક મા-બાપ ઇચ્છે છે કે તેમનાં સંતાનો જિંદગી જુએ અને માણે. માત્ર મોબાઈલમાં ડૂબેલા ન રહે. કેનેડાના એલ્બર્ટામાં રહેતા જેમી ક્લાર્કને લાગ્યું કે નાની વયમાં દીકરાને મોંઘો ફોન અપાવી દેતાં તેમનો પુત્ર સાથેનો સંપર્ક ઓછો થઇ રહ્યો છે. જોકે આ વ્યથામાંથી બહાર આવવા પિતાએ તેના પુત્રનું મોબાઈલનું વળગણ છોડાવવા માટે અનોખો રસ્તો અમલમાં મૂક્યો હતો. જેમી તેના પુત્ર ખોબેને મોન્ગોલિયા એક મહિનાની લાંબી ટ્રિપ પર લઇ ગયો.
Image result for The father took him to Mongolia for a month to release the son's mobile
શરુઆતમાં થોડી આનાકાની બાદ ખોબે મોન્ગોલિયા જવા તૈયાર થયો. હવે ખોબે કહે છે કે ટેકનોલોજી પ્રત્યેનો તેનો અભિગમ બદલાઈ ગયો છે. હવે તે મોબાઈલમાં ડૂબી રહેવાને બદલે સમજદારીપૂર્વક એનોખપ પૂરતો જ ઉપયોગ કરે છે. ખોબેએ કહ્યું હતું કે જ્યારે જૂથમાં પ્રવાસ પર નીકળો ત યારે બધાપોતપોતાના મોબાઈલમાં ડૂબેલા હોય છે, જે ઘણુ ખોટું છે. હવે મારો મોબાઈલના ઉપયોગ માટેનો અભિગમ બદલાયો છે. હું માનું છું કે સાથે રહીને કોઇને ગણતરીમાં ન લેવા એ ઘણું અપમાનજનક વર્તન છે.


Loading...
Advertisement