વિદેશ પ્રવાસ ખર્ચ રૂા.2 લાખ, બેન્ક ડિપોઝીટ રૂા.1 કરોડ, જોઈન્ટ પ્રોપર્ટી, ઈલેકટ્રીક ખર્ચ રૂા.1 લાખ કરનારા માટે નવું રીટર્ન ફોર્મ

06 January 2020 12:22 PM
India Travel
  • વિદેશ પ્રવાસ ખર્ચ રૂા.2 લાખ, બેન્ક ડિપોઝીટ રૂા.1 કરોડ, જોઈન્ટ પ્રોપર્ટી, ઈલેકટ્રીક ખર્ચ રૂા.1 લાખ કરનારા માટે નવું રીટર્ન ફોર્મ

આવકવેરાના ચોકકસ કેટેગરીના કરદાતા માટે હવે આઈટીઆર-4 સહજ જાહેર : સરકારે એપ્રિલના બદલે જાન્યુ.માંજ નવું ફોર્મ નોટીફાય કર્યુ: 2019-20ની આવક માટે લાગુ: વધુ કરદાતા નીયમો આવશે

નવી દિલ્હી: આગામી દિવસોમાં એક તરફ આવકવેરામાં મર્યાદા વધારવાની તૈયારી છે તે વચ્ચે સરકાર આવકવેરાની ચોરી ઝડપવા માટે નવા કાનૂન લાવી રહી છે. જેમાં વિદેશ પ્રવાસમાં રૂા.2 લાખ કે તેથી વધુ ખર્ચ કરનાર વ્યક્તિ આવકવેરાનું રીટર્ન-1 (આઈટીઆર-1) ફોર્મ ભરી શકશે નહી.

આ નિયમ એ વ્યક્તિઓને પણ લાગુ પડે છે. જેમાં રૂા.1 કરોડ કે તેથી વધુની બેન્ક ડિપોઝીટ છે. આ કરદાતાઓએ હવે અલગથી જુદુ ફોર્મ ભરવું પડો. જે હવે જાહેર કરવામાં આવશે. આઈટીઆરવન હવે રૂા.50 લાખથી આવક ધરાવે છે. આરટીઆર-4 સુગમ એ રેસીડેન્સીયલ વ્યક્તિગત ભારતીય એચયુએફએન એવી પેઢી છે જેની આવક રૂા.50 લાખ સુધીની છે. સરકાર સામાન્ય રીતે દર એપ્રિલ માસમાં વ્યક્તિગત કરદાતા માટે દર વર્ષ એપ્રિલ માસમાં આવકવેરાનું ફોર્મ નોટીફાય કરે છે પણ આ વર્ષ 2020-21 માટે (2019-20ના પુરા થતા વર્ષનું) ફોર્મ તા.3 જાન્યુ.ના નોટીફાય કર્યુ છે જેમાં બે મહત્વના ફેરફારો કરાયા છે. જેમાં જે વ્યક્તિ મિલ્કતના જોઈન્ટ ઓનર હોય (સહમાલીક) તે આઈટીઆર-વન કે પછી આઈટીઆર-4 ભરી શકશે નહી. ઉપરાંત જેની બેન્ક ડિપોઝીટ રૂા.1 કરોડ કે તેથી વધુ હોય તે પણ આઈટીઆર-1 ભરી શકશે નહી અથવા જેણે વિદેશ પ્રવાસ પાછળ રૂા.2 લાખ કે તેથી વધુ કે પછી વાર્ષિક ઈલેકટ્રીક વપરાશ રૂા.1 લાખ કે તેથી વધુ કર્યા હોય તેને પણ આ રીટર્ન લાગુ પડશે નહી.

આ તમામે તેની પાસપોર્ટની માહિતી પણ આપવી જરૂરી છે.
આઈટીઆર-1 સહજ એ રૂા.50 લાખ સુધીની આવક (પગાર) ખુદનું આવાસ, વ્યાજની આવક ફેમીલી પેન્શન આવક વિ. ધરાવનાર માટે છે.
આઈટીઆર સંગમ-4 એ એવા લોકો માટે છે. જેઓની વાર્ષિક આવક રૂા.50 લાખ સુધીની હોય પણ તેઓ જોઈન્ટ-મિલ્કત- ખુદનું આવાસ રૂા.1 કરોડથી વધુની બેન્ક થાપણ અને 2 લાખથી વધુનો વિદેશ પ્રવાસ ખર્ચ અને રૂા.1 લાખનું ઈલેકટ્રીક બિલ થયું હોય. આ ફોર્મ એચયુએફ લીમીટેડ સીએબીલીટી પાર્ટનરશીપ ફર્મ ને પણ લાગુ પડશે.

આવકવેરા વિભાગ ટ્રસ્ટીની વ્યક્તિગત મિલ્કતમાંથી વસુલાત કરી શકશે
આગામી કેન્દ્રીય બજેટમાં કોઈપણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તેના આવકવેરા સંબંધી નિયમોનું પાલન ન કરાય તો ટ્રસ્ટ જ નહી તેના ટ્રસ્ટીઓને પણ જવાબદાર ગણાવી તેની મિલ્કતમાંતી પણ નાણા વસુલી શકાશે જે ટ્રસ્ટો આવકવેરાની મુક્તિ ધરાવે છે તેઓ જે હેતુ માટે આવકવેરા મુક્તિ આપવામાં આવી છે તેનો ભંગ કરી ખોટી રીતે આ મુક્તિ જોગવાઈનો ઉપયોગ કરે તો આ પ્રકારની વસુલાતમાં ટ્રસ્ટના ટ્રસ્ટીઓની મિલ્કતમાંથી પણ નાણા વસુલી શકાશે.


Loading...
Advertisement