બોટાદ: પાળીયાદ પાસેના કુંભારા ગામ નજીક બાર લાખનો ભારતીય વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

06 January 2020 11:59 AM
Botad Crime Gujarat Saurashtra
  • બોટાદ: પાળીયાદ પાસેના કુંભારા ગામ નજીક બાર લાખનો ભારતીય વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
  • બોટાદ: પાળીયાદ પાસેના કુંભારા ગામ નજીક બાર લાખનો ભારતીય વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
  • બોટાદ: પાળીયાદ પાસેના કુંભારા ગામ નજીક બાર લાખનો ભારતીય વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
  • બોટાદ: પાળીયાદ પાસેના કુંભારા ગામ નજીક બાર લાખનો ભારતીય વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

પાળીયાદ પોલીસ દ્વારા 23 લાખના મુદામાલ સાથે આરોપીઓને ઝડપી લીધાબોટાદ તા.6
બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાના ઓના માર્ગદર્શન હેઠળ ગુજરાત પ્રોહીબીશન એક્ટની કડક અમલવારી થાય તે અંગેની સુચના કરવામાં આવેલ હોય જે અંગે એલ.સી.બી બોટાદના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર ટી.એસ.રીઝવી તથા એલ.સી.બી. સ્ટાફના હેડ.કોન્સ. લક્ષ્મણદેવસિંહ ચુડાસમાં તથા હે.કો. ક્રિપાલસિંહ દોલુભા ઝાલા તથા હે.કો.વનરાજભાઇ વિશુભાઇ તથા હે.કો. મયુરસિંહ રામસિંહ ડોડીયા તથા પો.કો. જયપાલસિંહ અનિરૂધ્ધસિંહ ચુડાસમાં બોટાદ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ માં હતા દરમ્યાન એલ.સી.બી. ના ઇ/ચા પો.ઇન્સ. ટી.એસ.રીઝવી સાહેબને ચોક્કસ રાહે બાતમી મળેલ કે પાળીયાદથી આગળ કુંભારા ગામે આવેલ વચ્છરાજ હોટલ ની પાસે એક મહારાષ્ટ્ર પાસીંગની ટાટા વાહન નંબર 6001 ના છે. જેમાંથી એસન્ટ ગાડીમાં જીજે-03એબી-7565 માં ભારતીય બનાવટનો વિદેશી દારૂની હેરાફેરી થાય છે અને તાત્કાલીક રેડ કરવામાં ન આવે તો ગાડી જતી રહે તેમ હોય જેથી તુરત જ એલ.સી.બી. ના ઇ/ચા પોલીસ ઇન્સપેક્ટર ટી.એસ.રીઝવી નાઓએ પાળીયાદ પોલીસ સ્ટેશન ના પો.સ.ઇ. એન.સી.સગર નાઓને જાણ કરતા પાળીયાદ પો.સ્ટે. ના પો.સ.ઇ. એન.સી.સગર નાઓ પાળીયાદ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ.રમેશભાઇ કુવરાભાઇ જોગરાજીયા તથા પો.કોન્સ. ચેતનભાઇ જયસુખભાઇ મંડીર તથા બુધેશભાઇ રાઘવભાઇ જોગવા નાઓ સાથે વચ્છરાજ હોટલે પહોંચતા તે દરમ્યાન એલ.સી.બી. ના ઇ/ચા પોલીસ ઇન્સપેક્ટર એલ.સી.બી. સ્ટાફ સાથે ત્યાં પહોંચી જતા સંયુક્ત રીતે રેડ કરતા (1) આરીફભાઇ સ/ઓ અલીભાઇ રસુલભાઇ શેખ ઉ.વ.24 રહે.હુબલીધારા વડ વિધાનગર ખોલી નંબર 63 જી.ધારવાડ થાના વિધાનગર કર્ણાટક (2) મહમદ આરીફ સ/ઓ બાદશાહ નદીમબેગ મીરઝા ઉ.વ.30 રહે. હુબલીધારા વડ વિધાનગર ખોલી નંબર 63 જી.ધારવાડ થાના વિધાનગર કર્ણાટક (3) શિવરાજસિંહ સ/ઓ દીલીપસિંહ બચુભાઇ ગોહીલ ઉ.વ.26 રહે.પાળીયાદ સોમલાબાપુના કુવા પાસે તા-જી.બોટાદ વાળા નાઓને જુદી-જુદી બ્રાન્ડની બોટલ નંગ-3168 કિં.રૂ. 9,79,800/- તથા બીયરના ટીન નંગ-2304 કિ.રૂ.2,30,400 તથા મોબાઇલ નંગ-3 કી.રૂ.8500/- તથા ટાટા અલ્ટ્રા -1412 રજી નં. ખઇં-13ઈઞ 6001 કી.રૂ.10,00,000/- તથા એસન્ટ ગાડી રજી. નં.GJ3-AB 7565 કી.રૂ.100,000/- મળી કુલ કિ.રૂ.23,18,700/- ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ જે આરોપીઓની પુછપરછ દરમ્યાન આ દારૂનો જથ્થો મહારાષ્ટ્રના કમલભાઇ મો.નં. 8690609414 વાળા નાઓએ મોકલેલ હોવાનુ જણાવતા ચારેય આરોપીઓ વિરૂધ્ધ પાળીયાદ પોલીસ સ્ટેશન ના પો.સ.ઇ. એન.સી.સગર નાઓએ પાળીયાદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવેલ છે અને આ ગુન્હાની તપાસ એલ.સી.બી. ના ઇ/ચા પોલીસ ઇન્સપેક્ટર ટી.એસ.રીઝવી નાઓ ચલાવી રહેલ છે.

આ કામગીરી પોલ્રીસ અધીક્ષક હર્ષદ મહેતાના માર્ગદર્શન મુજબ બોટાદ ટી.એસ.રીઝવી તથા એલ.સી.બી. સ્ટાફના હેડ.કોન્સ. લક્ષ્મણદેવસિંહ ચુડાસમાં તથા હે.કો. ક્રિપાલસિંહ દોલુભા ઝાલા તથા હે.કો.વનરાજભાઇ વિશુભાઇ તથા હે.કો. મયુરસિંહ રામસિંહ ડોડીયા તથા પો.કો. જયપાલસિંહ અનિરૂધ્ધસિંહ ચુડાસમાં તથા પાળીયાદ પોલીસ સ્ટેશન ના પો.સ.ઇ. એન.સી.સગર તથા પાળીયાદ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ.રમેશભાઇ કુવરાભાઇ જોગરાજીયા તથા પો.કોન્સ. ચેતનભાઇ જયસુખભાઇ મંડીર તથા બુધેશભાઇ રાઘવભાઇ જોગવા નાઓએ સંયુક્ત રીતે કરેલ છે.


Loading...
Advertisement