રાજકોટ: બેસ્ટ ટુર્સ એન્ડ ફોરેક્સ દ્વારા આવતીકાલે ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટીક પેકેજનો ‘ટ્રાવેલ ઉત્સવ’

04 January 2020 05:31 PM
Rajkot Business Gujarat Saurashtra Travel
  • રાજકોટ: બેસ્ટ ટુર્સ એન્ડ ફોરેક્સ દ્વારા આવતીકાલે ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટીક પેકેજનો ‘ટ્રાવેલ ઉત્સવ’

રાજકોટની સૌથી વિશ્વસનિય ટ્રાવેલ્સ એજન્સી લઇને આવી રહ્યું છે:દિપકભાઈ કારીયા-વત્સલભાઈ કારીયા દ્વારા ‘વર્ષનો સૌથી સસ્તો દિવસ’ ટ્રાવેલ ઉત્સવનું હોટલ ઇમ્પીરીયલ ખાતે મેગા આયોજન:હનીમૂન હોઇ કે ઉનાળુ વેકેશનનું પ્લાનીંગ આવતીકાલે મળશે ‘બેસ્ટ ઓફર’ : છેલ્લા 24 વર્ષનો અનુભવ અને 1 લાખથી વધુ હેપ્પી કસ્ટમર એટલે બેસ્ટ ટુર્સ એન્ડ ફોરેક્સ

રાજકોટ:
તા. 5-1-2020, રવિવારના રોજ બેસ્ટ ટુર્સ એન્ડ ફોરેક્સ પ્રાઈવેટ લિમિટેડ ફરી એક વખત લઇને આવી રહ્યું છે ટ્રાવેલ ઉત્સવ-જ્યાં મળશે 2020નાં ઇન્ટરનેશનલ તથા ડોમેસ્ટીક ગ્રુપ પ્રવાસો પર મેગા ડીસ્કાઉન્ટ સ્કીમ સ્પોટ બુકિંગ પર અભૂતપૂર્વ છૂટ ફક્ત એક દિવસ માટે.

બેસ્ટ ટુર્સ એન્ડ ફોરેક્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા આગામી તારીખ 5-1-2020નાં રવિવારે સવારે 10 થી સાંજે 7 સુધી હોટેલ ઇમ્પીરીયલ પેલેસ યાજ્ઞિક રોડ કાતે ટ્રાવેલ ઉત્સવ-2020નું આયોજન કરવામાં આવેલ છે. જેમાં દર વર્ષની જેમ લોકોને 2020ના ઇન્ટરનેશનલ તથા ડોમેસ્ટીક ગ્રુપ પ્રવાસો પર મેગા ડીસ્કાઉન્ટનો લાભ આપવામાં આવશે. વર્ષ દરમિયાન ફરવા જવાનું આગોતરું આયોજન કરી શકનાર પ્રવાસીઓ સ્પોટ બુકિંગ કરવા માટે જરુરી ડીપોઝીટ ભરી આ સ્કીમનો લાભ લઇ શકશે તેમ ડાયરેક્ટર વત્સલભાઈ કારીઆની યાદીમાં જણાવેલ છે.

છેલ્લા 24 વર્ષથી રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છની પ્રવાસ ઉત્સુક જનતાનો જેમને સંપૂર્ણ સાથ સહકાર મળતો આવ્યો છે. તેવું સૌરાષ્ટ્રનું ટ્રાવેલની દુનિયામાં ગુંજતું નામ એટલે બેસ્ટ ટુર્સ એન્ડ ફોરેક્સ પ્રાઈવેટ લિમિટેડ આ બ્રાન્ડ વેલ્યુ બનાવવા માટે અને નામના જાળવી રાખવા માટેજરુરી પરિબળો જેવા કે સક્ષમ ટીમ વર્ક, સતત નવું આપતા રહેવા માટેનાં જાગૃત પ્રયત્નો, નવા પ્રવાસ સ્થળ, નવા સાઈટસીઈંગ, હોટલ, ભોજન તથા ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા માટે વારંવાર દુનિયાનાં દરેક સ્થળે રૂબરૂ જઇ જાત ઇન્સપેકશન કરતાં રહેવા ઉપરાંત પ્રવાસ સમયે અનુભવી ટુર મેનેજરની વ્યવસ્થા વિગેરેમાં ધ્યાન આપવાને કારણે બેસ્ટ ટુર્સને સૌરાષ્ટ્ર-કચ્છના સૌથી વિશ્ર્વાસપાત્ર અને અનુભવી ટુર ઓપરેટર તરીકે ટ્રાવેલ પ્રિય જનતા દ્વારા અપનાવી લેવામાં આવેલ છે. એક લાખથી પણ વધારે કસ્ટમર નેટવર્ક અને ટીકીટ, હોટેલ બુકિંગ, ફોરેન એક્સચેન્જ, ક્રુઝ બુકિંગ, પાસપોર્ટ, વિઝા, ડોમેસ્ટીક તથા ઇન્ટરનેશનલ ગ્રુપ પેકેજ ટુર્સ, વેસ્ટર્ન યુનિયનની મની ટ્રાન્સફર તથા ટ્રાવેલ ઇન્સ્યોરન્સ સહિત સેવાઓ માટે અન્ડર વન રૂફ વન સ્ટોપ સોલ્યુશન આપતું બેસ્ટ ટુર્સ છેલ્લા ત્રણ વર્ષથી ગ્રાહક મિત્રોને સાથ સહકારના વળતર રુપે ટ્રાવેલ ઉત્સવનાં બેનર હેઠળ ‘સાલ કા સબસે સસ્તા એક દિન’ લઇને આવી રહેલ છે.

એક એવો અવસર કે જે દિવસે તુરંત નિર્ણય લઇ શકનાર ગ્રાહક પરિવારને વર્ષ 2020નાં કોઇપણ ડોમેસ્ટીક અને ઇન્ટરનેશનલ ગ્રુપ પ્રવાસો પર દુનિયાના દરેક સ્થળનાં પ્રવાસો પર સ્પોટ બુકિંગ ડીપોઝીટ ચૂકવીને અભૂતપૂર્વ બુક કરાવવા માટે સૌરાષ્ટ્રની પ્રવાસ શોખીન જનતાને IATA,TAAI, TAFI, OTOAI, RBI, GTTA, ATTA, GLC, WTTANA જેવા સર્ટિફીકેટ ધરાવનાર વિશ્ર્વસનીય અને અનુભવનાં સથવારે અવિસ્મરણીય પ્રવાસો આપનાર બેસ્ટ ટુર્સ એન્ડ ફોરેક્સ પ્રા.લિ.નાં આ અભૂતપૂર્વ મેગા ડીસ્કાઉન્ટ સ્કીમનો લાભ લેવા તારીખ 5-1-2020 રવિવારનાં રોજ સવારે 10થી સાંજે 7, હોટેલ ઇમ્પીરીયલ પેલેસ, ડો. યાજ્ઞીક રોડમાં ટ્રાવેલ ઉત્સવ 2020ની લાભદાયી અને અનિવાર્ય મુલાકાત લેવા ‘બેસ્ટ પરિવાર’ તરફથી ડાયરેક્ટર શ્રી દીપકભાઈ કારીયા તરફથી ખાસ જાહેર આમંત્રણ છે.
વધુ માહિતી માટે સંપર્ક વત્સલભાઈ કારીયા મો. 93752 01110/80005 00050.


Loading...
Advertisement