બોટાદને 300 બેડની હોસ્પિટલ અને મેડીકલ કોલેજ મળતા આવકાર

04 January 2020 02:04 PM
Botad
  • બોટાદને 300 બેડની હોસ્પિટલ અને મેડીકલ કોલેજ મળતા આવકાર

શહેર ભાજપ દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરાઇ

બોટાદ, તા. 4
બોટાદ જીલ્લાને 300 બેડની હોસ્પિટલ અને મેડીકલ કોલેજ ફાળવતા ભારતીય જનતા પાર્ટી દ્વારા બોટાદ શહેરના દિન દયાળ ચોકમાં ફટાકડા ફોડી મીઠાઈ વેચી ઉજવણી કરવામાં આવી હતી .

બોટાદ શહેરમાં સરકારી હોસ્પિટલમાં અપૂરતી સુવીધા હોવાના કારણે દર્દીઓને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે ..ઈમરજન્સીમાં દર્દીઓને સારવાર માટે ભાવનગર ,અમદાવાદકે રાજકોટ જવું પડે છે .ત્યારે લોકો ની વર્ષો જૂની માંગ હતી કે બોટાદ ને જીલ્લા કશાની હોસ્પિટલ ફાળવામાં આવે.ત્યારે ગાંધીનગર માં નાયબ મુખ્યમત્રી નીતિન પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સકરી બોટાદ જીલ્લા ને 300 બેડ ની હોસ્પિટલ અને મેડીકલ કોલેજ ફાળવતા બોટાદ જીલ્લા નાલોકો માં આનદ છવાય ગયો છે .

ત્યારે બોટાદ જીલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેરના દિન દયાળ ચોક માં દિન દયાળજી ની પ્રતિમાનેફૂલહાર કરી ફટાકડા ફોડી અને એક બીજાને મીઠાઈ ખવરાવી શુબેચ્છાઓ પાઠવી હતી .જેમાં જીલ્લા ભાજપ મહામત્રી મનહરભાઈ માતરીયા,શહેર ભાજપ પ્રમુખ ચદુભાઈ સાવલિયા , માર્કેટીગ યાર્ડના ચેરમને ડી.એમ.પટેલ ,વાઈસ ચેરમને જોરૂભાઈ ધાધલ , શહેરના પૂર્વ પ્રમુખ ભીખુભા વાઘેલા , નગરપાલિકા પ્રમુખ જેસીગભાઈ લુકમ ,ઉપ પ્રમુખ દસરથભાઈ સોલંકી ,મહાસુખભાઈ દલવાડી સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સખ્યામાં હાજર રહ્યા હતા.


Loading...
Advertisement