પોરબંદર એસ.ટી.ડેપોમાંથી નિવૃત થનારા ચાર કર્મચારીઓનો વિદાયમાન સમારોહ યોજાયો

03 January 2020 03:01 PM
Porbandar
  • પોરબંદર એસ.ટી.ડેપોમાંથી નિવૃત થનારા ચાર કર્મચારીઓનો વિદાયમાન સમારોહ યોજાયો
  • પોરબંદર એસ.ટી.ડેપોમાંથી નિવૃત થનારા ચાર કર્મચારીઓનો વિદાયમાન સમારોહ યોજાયો

સંકલન સમિતિ પોરબંદર દ્વારા

(બી.બી.ઠક્કર) રાણાવાવ તા.3
સંકલન સમિતિ પોરબંદર દ્વારા પોરબંદર ડેપોમાંથી નિવૃત થનાર 4 કર્મચારીઓ (1) રામજીભાઈ શિયાણિ (ટી.સી. રાણાવાવ) (2) ચંદનગિરિ બાપુ (ડ્રાઈવર પોરબંદર), (3) દેવરખી ભાઈ ઝાલા કંડક્ટર પોરબંદર), (4) હર્ષદ ભાઈ નિમાવત (ડ્રાઈવર પોરબંદર)નો વિદાય સમારોહ આજ રોજ જુનાગઢ વિભાગીય નિયામક શાહ ના અધ્યક્ષ સ્થાને યોજાઇ ગયેલ આ પ્રસંગે પોરબંદર સંકલન સમિતિ ના તમામ હોદેદારો, પ્રતિનિધિઓ, ડેપો મેનેજર એ.ટી.એસ. સાહેબ, ટી.આઇ., એ.ટી.આઇ સાહેબ, એ.ડી.એમ. સ્ટાફ, વર્કશોપ સ્ટાફ, ડેપો નો ડ્રાઈવર કંડક્ટર સ્ટાફ તથા નિવૃત થનાર કર્મચારીઓ ના પરિવારજનો પણ ઉપસ્થિત રહેલ, આ પ્રસંગે વિભાગીય નિયમાકએ નિવૃત થનાર કર્મચારી ઓ ને તેમનુ શેષ જીવન આરોગ્યમય, સુખશાંતિમય અને તેઓ ના પરિવાર સાથે હર્ષોલ્લાસ પુર્વક નું નિવડે તેવી શુભેચ્છા પાઠવી હતી.

પ્રસંગ માં નિવૃત થતા કર્મચારીઓને સંકલન સમિતિ પોરબંદરના હોદેદરોએ શાલ ઓઢાડી ને તેમજ ઉપસ્થિત સર્વે કર્મચારીઓએ ફુલાહાર થી ભાવભીની વિદાય આપ્યા બાદ વિભાગીય નિયામક સાહેબ શ્રી ની ઉપસ્થિતિ માં સર્વે ઓફિસરો થતા કર્મચારીઓ એ સાથે ભોજન લીધેલ.

સંકલન સમિતિ ના આમંત્રણ ને આદર આપી આ પ્રસંગે ઉપસ્થિત રહેલ વિભાગીય નિયામક, તથા સર્વે ઓફિસરો અને તમામ કર્મચારીઓ નો સંકલન સમિતિ પોરબંદરએ આભાર માન્યો છે.


Loading...
Advertisement