‘સ્ટડી ઈન ગુજરાત’ રાજકોટની બે સહીત 22 યુનિવર્સીટીઓ સામેલ

03 January 2020 11:32 AM
Ahmedabad Education Government Gujarat
  • ‘સ્ટડી ઈન ગુજરાત’ રાજકોટની બે સહીત 22 યુનિવર્સીટીઓ સામેલ

ગુજરાતમાં શિક્ષણ-હબ બનાવવાની દિશામાં સરકારનું દેશ વિદેશમાં પ્રચાર અભિયાન : 15મીથી પશ્ચિમ એશીયા, બાંગ્લાદેશ સહીતનાં દેશોમાં રોડ-શો: શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તથા શિક્ષણ ખાતાના સીનીયર અધિકારીઓ ભાગ લેશે

ગાંધીનગર તા.3
ગુજરાતની શિક્ષણ સંસ્થાઓમાં મોટી સંખ્યામાં ખાલી રહેતી જગ્યા ભરવા માટે રાજય સરકારે "સ્ટડી ઈન ગુજરાત’ (ગુજરાતમાં ભણો) અભિયાન છેડયુ છે અને તેના ભાગરૂપે રાજયની 20 યુનિ.તથા ચાર કોલેજોનાં પ્રચાર માટે દેશ વિદેશમાં રોડ-શો સહીતની પ્રચાર ઝુંબેશ શરૂ કરશે.

દેશ-વિદેશમાંથી વિદ્યાર્થીઓને ગુજરાતમાં અભ્યાસ કરવા આકર્ષે છે. આ માટેનાં આ રોડ શો પ્રચાર અભિયાનમાં શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઉચ્ચ શિક્ષણ સચીવ અંજુ શર્મા સહીતના સીનીયર અધિકારીઓ વિદેશમાં પ્રવાસ કરશે. 15 થી 22 જાન્યુઆરી સુધી કૂવૈત, દુબઈ, મસ્કત, રિયાધ જેવા પશ્ચિમ એશીયાઈ દેશોમાં રોડ શો થશે. આ સિવાય શ્રીલંકા, નેપાળ ઝીમ્બાબ્વે, બાંગ્લાદેશ કેન્યા, ઈથોપીયા, યુગાંડા, તથા ભૂટાનમાં પણ રોડ શો થશે. શ્રીનગર જેવા 10 ભારતીય શહેરોમાં પણ રોડ શો થશે.

ભારતીય શહેરોમાં રાંચી, ઈન્દોર, કોલકતા, હૈદરાબાદ, ગુવાહાટી, પટણા, નાસીક, શ્રીનગરનો સમાવેશ થાય છે. આ ઝુંબેશમાં 22 યુનિ.તથા ચાર કોલેજો સામેલ થશે.
ઉચ્ચ શિક્ષણ વિભાગના અગ્રસચીવ અંજુ શર્માએ કહ્યું કે 40 યુનિ.ઓએ પ્રચાર અભિયાનમાં સામેલ થવા રસ દાખવ્યો હતો. સરકારે શ્રેષ્ઠ શિક્ષણ સંબંધી સર્વે કરાવીને 22 યુનિ.ની પસંદગી કરી હતી.

શિક્ષણ પ્રચાર અભિયાનનું આ પ્રથમ વર્ષ છે એટલે શિક્ષણ સંસ્થાઓની પસંદગી સહીતનાં મામલે અત્યંત સાવચેતી રાખવામાં આવી છે. નિરમા યુનિ. માત્ર આંતર રાષ્ટ્રીય યુનિ.માં સામેલ થશે. જયારે સર્વે વિશ્વ વિદ્યાલય માત્ર ભારતમાં યોજાનારા રોડ-શોમાં સામેલ થશે. આ સિવાય ગણપત યુનિ.જીએનએલયુ, ગુજરાત ફોરેન્સીક સાયન્સ યુનિ.જીએનએલયુ, ગુજરાત ફોરેન્સીક સાયન્સ યુનિ. ગુજરાત ટેકનોલોજીકલ, યુનિ. પંડીત દિનદયાળ પેટ્રોલીયમ યુનિ.વગેરે સામેલ થશે. રોડ-શો માં સામેલ થનાર યુનિ.પાસેથી ફી પેટે રૂા.50,000 લેવાશે.

યુનિ.ની પસંદગી માટે નિશ્ચિત માપદંડ નકકી કરવામાં આવ્યા છે. તેઓ એનબીએ એક્રેડીશન નેકમાં 2.50 થી વધુનો સ્કોર, 80 ટકાથી વધુ પ્લેસમેન્ટ, રીસર્ચમાં ઓછામાં ઓછા બે કરોડનો ખર્ચ, ગુજરાત સ્ટેટ રેટીંગમાં ઓછો બે કરોડનો ખર્ચ, ગુજરાત સ્ટેટ રેટીંગમાં ન્યુનતમ 4 સ્ટોરનો ટ્રેન્ડ જેવા મુદાઓનો સમાવેશ હતો. ઈન્ફ્રાસ્ટ્રકચર તથા ઉકત માપદંડમાં આવતી ન હોય તેવી યુનિ.ને અભિયાનમાં સામેલ કરવામાં આવી નથી.


Loading...
Advertisement