મોરબી: જેલમાંથી 13 કેદીઓ બોર્ડની પરીક્ષા આપશે: આજીવન કેદનો ગુનેગાર ગ્રેજયુએશનની તૈયારીમાં!

03 January 2020 11:08 AM
Morbi Education Government Gujarat Saurashtra
  • મોરબી: જેલમાંથી 13 કેદીઓ બોર્ડની પરીક્ષા આપશે: આજીવન કેદનો ગુનેગાર ગ્રેજયુએશનની તૈયારીમાં!
  • મોરબી: જેલમાંથી 13 કેદીઓ બોર્ડની પરીક્ષા આપશે: આજીવન કેદનો ગુનેગાર ગ્રેજયુએશનની તૈયારીમાં!
  • મોરબી: જેલમાંથી 13 કેદીઓ બોર્ડની પરીક્ષા આપશે: આજીવન કેદનો ગુનેગાર ગ્રેજયુએશનની તૈયારીમાં!
  • મોરબી: જેલમાંથી 13 કેદીઓ બોર્ડની પરીક્ષા આપશે: આજીવન કેદનો ગુનેગાર ગ્રેજયુએશનની તૈયારીમાં!

પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થતાં જ જેલમાં પણ કલાસરૂમ જેવું વાતાવરણ : પુસ્તક સહિતની સુવિધા પણ અપાય છે...

(જીજ્ઞેશ ભટ્ટ)
મોરબી તા.3
કેદીઓ આપવાના છે બોર્ડની પરીક્ષા... આ વાત સાંભળીને જરાપણ ચોકી જવાની જરૂર નથી કેમ કે, મોરબી જીલ્લાની સબ જેલમાં સજાના ભાગ રૂપે આવેલા કેદીઓમાંથી એક કે બે નહિ પરંતુ 13 જેટલા વિદ્યાર્થીઓ આગામી માર્ચ મહિનામાં લેવાનારી બોર્ડની પરીક્ષા આપવાના છે તેના માટે હાલમાં કેદી ભાઈઓ દ્વારા પરીક્ષાની તૈયારીઓ કરવામાં આવી રહી છે શિક્ષણ જ માનવી તેમજ તેની વિચારધારાને બદલી શકે છે તે વાતને મોરબીની સબ જેલ સાર્થક કરી રહી છે.

પોલીસના બંદોબસ્ત વચ્ચે શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓને તસ્વીરમાં જોઇને તમારા મનમાં એવો વિચાર આવતો હતો કે આવા શિક્ષણ કરતા તો જેલ સારી... તો તમને જણાવી દઈએ કે આ જેલ જેલ જ છે મોરબીની સબ જેલમાં સમયાંતરે જુદાજુદા ગુનામાં પકડાયેલા કેદીઓને રાખવામાં આવે છે જે પૈકીના એક કે બે નહી પરંતુ કુલ મળીને 13 જેટલા વિદ્યાર્થીઓ ધો.10 અને 12 બોર્ડની પરીક્ષા આપવા ઇચ્છતા હોવાથી પરીક્ષા માટેના જરૂરી ફોર્મ ભરી દેવામાં આવ્યા છે અને હાલમાં પરીક્ષા માટેની તૈયારીઓ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી રહી છે આટલું જ નહી આ તમામ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે જરૂરી તમામ પાઠ્યપુસ્તક તેમજ નોટબુક સહિતની સુવિધાઓ જેલ પ્રસાશન દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે તેવું જેલના કેડી ડાભી કિશોરએ જણાવ્યું છે.
તો મોરબી સબ જેલને કેદી જીવરાજ નાથાભાઈ સારદીયા સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે, જેલની બહાર હોય તેઓ બીજા કોઈ કામમાં પણ સમય બગડે જો કે, અહી તો વાંચવા સિવાય બીજું કોઈ કામ હોતું જ નથી જેથી કરીને દરેક પરીક્ષાર્થી દ્વારા દૈનિક પાંચ કલાકથી વધુનું વાંચન કરવામાં આવે છે અને આ કેદીઓ દ્વારા જે રીતની તૈયારી કરવામાં આવે છે તે જોતા એવું લાગે છે કે મોટાભાગના કેદીઓ આગામી બોર્ડની પરીક્ષા પુરા આત્મવિશ્વાસ સાથે આપશે જેથી વિદ્યાર્થીઓ પરીક્ષા સફળતા પૂર્વક પાસ કરશે

કોઇપણ કારણોસર ગુનેગાર બનીને જેલમાં આવેલ વ્યક્તિ જયારે તેની સજા પૂરી કરીને જેલની બહાર નીકળે ત્યારે તે ફરીથી સમાજમાં સારો નાગરિક બનીને જીવન વિતાવી શકે તેના માટે જેલ પ્રસાશન દ્વારા ઘણી કામગીરી કરવામાં આવે છે જો વાત કરીએ મોરબીની જેલની તો આ જેલમાં આજની તારીખે 230 પુરુષ કેદીઓ છે અને 11 મહિલા કેદીઓ છે આમ કુલ મળીને 241 કેદીઓ આ જેલમાં છે જેના વાંચન માટે જેલમાં અદ્યતન લાયબ્રેરી બનાવવામાં આવી છે આ ઉપરાંત જે કોઇપણ કેદી બોર્ડની પરીક્ષા આપવા ઈચ્છતા હોય તેના ફોર્મ ભરવાથી લઈને પરીક્ષા આપવા સુધીના કામમાં જેલ પ્રસાશન દ્વારા કેદીઓને મદદ કરવામાં આવે છે.

મોરબી જેલના જેલર એલ.વી.પરમાર સાથે વાત કરતા તેમને કહ્યું હતું કે જેલના કેદીઓમાંથી 13 કેદી પરીક્ષા આપવા માટે ઈચ્છી રહ્યા છે જે પૈકીના 11 કેદીઓના ફોર્મ ભરી આપવામાં આવ્યા છે તેમજ બે કેદીના ફોર્મ પણ ભરાઈ જાય તેના માટે પ્રાયસ કરવામાં આવી રહ્યા છે અને જે કેદીઓ આગામી દિવસોમાં બોર્ડની પરીક્ષા આપવાના છે તેને છેલ્લા દિવસોમાં સચોટ માર્ગદર્શન મળી રહે તેના માટે થઈને જેલર દ્વારા શિક્ષણ વિભાગના અધિકારીની સાથે વાત કરીને શિક્ષક માટેની વ્યવસ્થા કરવામાં આવી છે અને પરીક્ષાર્થીઓને અભ્યાસ માટે જે પણ ચીજ વસ્તુઓની જરૂર હોય છે તેની તાત્કાલિક વ્યવસ્થા કરી આપવામાં આવે છે.

માત્ર બોર્ડની પરીક્ષા આપવાના છે આટલું જ નહી હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા મોરબી સબ જેલના એક કેદી દ્વારા શનાળા રોડ ઉપર આવેલ કોલેજમાંથી એકસ્ટ્રનળ વિદ્યાર્થી તરીકે ગ્રેજયુએશન માટે અભ્યાસ કરવામાં આવી રહ્યો છે અને તે વિદ્યાથી ચાલુ વર્ષે ફાયનલ યરની પરીક્ષા આપવાનો છે અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં જેલમાં બંધ કેદીઓમાંથી જે કેદીઓ પરીક્ષા આપવાના છે તે પૈકીના જીવરાજ નાથાભાઈ સારદીયાનો દીકરો પણ ચાલુ વર્ષે બોર્ડની પરીક્ષા આપવાનો છે હાલમાં અભ્યાસ માટે કેદીઓને તંત્ર તરફથી પુરતો સહયોગ મળી રહ્યો હોય મોરબી જેલના તમામ કેદી કે જે બોર્ડની પરીક્ષા આપવાના છે તેના દ્વારા પરીક્ષામાં સફળતા મેળવવા માટે જેલમાં જયારે પણ તેઓ ફ્રિં હોય છે ત્યારે સતત વાંચન કરવામાં આવી રહ્યું છે.


Loading...
Advertisement