મોદીનો છાત્રો સાથેનો સંવાદ ‘પરીક્ષા પે ચર્ચા’ તારીખ 15ના બદલે 20મીએ

02 January 2020 03:14 PM
Education India Technology
  • મોદીનો છાત્રો સાથેનો સંવાદ ‘પરીક્ષા પે ચર્ચા’ તારીખ 15ના બદલે 20મીએ

તારીખ 15મીએ સંક્રાંત, પોંગલ જેવા તહેવારોને લઇને વિરોધ થતા તારીખ બદલાઈ

નવી દિલ્હી,તા. 2 : વડાપ્રધાન મોદી દર વર્ષે બોર્ડ પરીક્ષા પહેલા સ્કૂલના છાત્રો સાથે ‘પરીક્ષા પે ચર્ચા’ અંતર્ગત વાતચીત કરે છે, જેમાંતે છાત્રોને ગુરુમંત્ર આપવાની સાથે પરીક્ષાનાં તણાવને ઓછો કરવાની પણ સલાહ આપે છે. આ પરીક્ષા પે ચર્ચા 16મી જાન્યુઆરીએ યોજાવાની હતી પરંતુ આ તારીખે મકરસંક્રાંતિ, લોહડી, ઓણમ, પોંગલ જેવા તહેવારો હોઇ વિપક્ષોએ વિરોધ કરતાં માનવ સંશાધન મંત્રાલયે એક નિવેદનમાં જાહેર કર્યું હતું પરીક્ષા પે ચર્ચા તા. 15નાં બદલે હવે તા. 20 જાન્યુઆરીએ યોજાશે.

માનવ સંસાધન મંત્રાલયે પરીક્ષા પે ચર્ચામાં ભાગ લેવા માટેધો. 9 થી 12ના છાત્રો માટે લઘુ નિબંધ સ્પર્ધા યોજી હતી. જેમાં પસંદ થયેલાં વિજેતાઓને દિલ્હીનાં તાલકટોરા સ્ટેડીયમમાં યોજાનાર કાર્યક્રમમાં ભાગ લેવા માટે આમંત્રિત કરાશે.


Loading...
Advertisement