નાતાલના છેલ્લા સપ્તાહમાં 1.77 લાખ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી

02 January 2020 11:45 AM
Ahmedabad Gujarat Travel
  • નાતાલના છેલ્લા સપ્તાહમાં 1.77 લાખ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી

6 દિવસમાં સરકારને 3.78 કરોડની આવક

વડોદરા,તા. 2 : 2019માં છેલ્લા સપ્તાહમાં તમામ રસ્તા કેવડિયા ખાતેના સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જઇ રહ્યા છે.

મેનેજમેન્ટની ધારણાથી પણ વધુ સંખ્યામાં પ્રવાસીઓ આવ્યા છે. 25 થી 31 ડીસેમ્બર સુધીમાં રેકોર્ડ કહી શકાય તેટલા 1.71 લાખ પ્રવાસીઓએ સ્ટેચ્યુની મુલાકાત લીધી હતી. સરકારને છ દિવસમાં 3.8 કરોડની આવક થઇ હતી.

નર્મદા જિલ્લાના સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે તેમણે સ્થાનિક સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી પ્રવાસીઓની મહેમાનગતિ કરવાનું આયોજન કર્યું હતું. નાતાલ અને નવા વર્ષની પૂર્વસંધ્યાએ અમે ધસારાની આશા રાખી હતી. એથી ધસારાને પહોંચીવળવા વહીવટી તત્ર તૈયાર હતું. વધારાના ધસારાને પહોંચી વળવા એસઓયુ રુટ પર દોડતી બસોની સંખ્યા વધારવામાં આવી હતી. ક્રિસમસથી પ્રવાસીઓનો પ્રવાહ વધતો રહ્યો હતો અને રવિવાર, ડીસેમ્બર, 29મીએ 39,123 પ્રવાસીએ એસઓયુની મુલાકાત લીધી હતી.

સરદાર સરોવર નિગમ લીમીટેડનાં અધિકારીઓનાં જણાવ્યા પ્રમાણે 1 નવેમ્બર, 2019થી 31 ઓક્ટોબર, 2019 વચ્ચે પ્રવાસીઓની સરેરાશ દૈનિક સંખ્યા 8653 રહી છે.

ગત વર્ષનાં નવેમ્બરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીએ અમેરિકાનાં સ્ટેચ્યુ ઓફ લિબર્ટીને પાછળ રાખી દીધું હતું. સરદારની પ્રતિમા નિહાળવા દરરોજ સરેરાશ 15,036 મુલાકાતીઓ આવ્યા હતાં, જ્યારે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી 10,000 પ્રવાસીઓએ નિહાળી હતી.


Loading...
Advertisement