ચાલુ વર્ષમાં 34000 નવી સરકારી નોકરી: યુવાનો વિદ્યાર્થીઓ મારી સરકારમાં વિશ્વાસ રાખે: વિજય રૂપાણી

02 January 2020 11:19 AM
Ahmedabad Education Government Gujarat Saurashtra
  • ચાલુ વર્ષમાં 34000 નવી સરકારી નોકરી: યુવાનો વિદ્યાર્થીઓ મારી સરકારમાં વિશ્વાસ રાખે: વિજય રૂપાણી

નવા વર્ષના પ્રારંભે મુખ્યમંત્રીને રાજયના પ્રવાસોને પ્રેરક વિડીયો સંદેશ : કોંગ્રેસ યુવાવર્ગ- લોકોમાં દ્વીધા સર્જે છે પણ તેમના ટુંકા રાજકીય સ્વાર્થને સફળ થવા દેવાશે નહી: પ્રતિબદ્ધતા દર્શાવતા રૂપાણી : પેપર લીક મુદે સરકારે પુરી ગંભીરતાથી પગલા લીધા છે: હવે ફુલપ્રુફ વ્યવસ્થા ગોઠવાશે: ખાતરી

અમદાવાદ: ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ નવા વર્ષના પ્રારંભે ગુજરાતના યુવાવર્ગને એક સારા સમાચાર આપતા કહ્યું કે 2020માં રાજય સરકાર 34000થી વધુ ખાલી સરકારી પદો પર ભરતી કરશે. શ્રી રૂપાણીએ તેમની સરકાર રાજયના યુવાઓ માટે કામ કરી રહી છે તેનું આહવાન કરતા કહ્યું કે યુવા વર્ગ વિદ્યાર્થીઓ મારી સરકારમાં વિશ્ર્વાસ જાળવી રાખશે તેવો વિશ્ર્વાસ છે.
રાજયના યુવાનોને નવા વર્ષનો સંદેશ આપતા શ્રી રૂપાણીએ બેરોજગારી અને પારદર્શકતા મુદે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે વિપક્ષો તેમના રાજકીય સ્વાર્થ માટે લોકોને દ્વીધામાં મુકી રહ્યા છે.
યુવાનો અને વિદ્યાર્થીઓમાં અને કયારેક લોકોમાં અનેક પ્રકારની દ્વીધા સર્જવામાં આવી રહી છે.
હું કહેવા માંગુ છું. મારી સરકાર યુવાનોના પરીચયને એળે જવા દેશે નહી. તેઓએ ફેસબુક પર એક વિડીયો મેસેજથી આ મંતવ્ય વ્યક્ત કર્યુ હતું. શ્રી રૂપાણીએ કહ્યું કે છેલ્લા ત્રણ વર્ષમાં મારી સરકારે 1.18 લાખ યુવાનોને નોકરી આપી છે અને ચાલુ વર્ષે વધુ 34-35000 નવી નોકરી આપીશું. તેઓએ આક્ષેપ કર્યો કે અગાઉ કોંગ્રેસ સરકાર સમયે સરકારી ભરતી પર પણ પ્રતિબંધ હતો પણ ભાજપ સરકાર સતામાં આવતા જ આ પ્રતિબંધ દૂર કરીને યુવાનો માટે તક સર્જી છે.
હાલમાં જ બિનસચિવાલય ક્યાંક
પરિક્ષામાં પેપર લીક અને પરિક્ષા રદ થવાની ઘટના પર શ્રી રૂપાણીએ કહ્યું કે ટુંક સમયમાં પુન: પરીક્ષા લેવાશે અને તે ફુલપ્રુફ હશે. કોઈ ગેરરીતિ થવા દેવાશે નહી. અમો પુરી પારદર્શકતા સાથે પરિક્ષાઓ યોજી રહ્યા છીએ. અમોને ફરિયાદ મળતા જ યોગ્ય તપાસ બાદ પરિક્ષા રદ કરી હતી અને પેપર લીકમાં સંડોવાયેલા લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે અને હવે અમો આ પ્રકારની ગેરરીતિ ન થાય તે રીતે પરિક્ષા યોજી રહ્યા છીએ. (રાજયમાં પેપર લીકમાં એક પ્રિન્સીપાલ અને શાળાના સંચાલક સહિત છ લોકોની ધરપકડ થઈ છે.)
રૂપાણીએ કહ્યું કે તેમની સરકારના માધ્યમથી 12 લાખ યુવાઓને માટે 5500 રોજગાર મેળા યોજીને ખાનગી ક્ષેત્રમાં નોકરી આપવામાં આવી છે.


Loading...
Advertisement