દુનિયાની પહેલી સ્માર્ટ, ડ્રાઈવરલેસ અને હાઈ સ્પીડ ટ્રેન ચીનમાં શરૂ થઇ

02 January 2020 09:54 AM
India Off-beat Technology Travel World
  • દુનિયાની પહેલી સ્માર્ટ, ડ્રાઈવરલેસ અને હાઈ સ્પીડ ટ્રેન ચીનમાં શરૂ થઇ

ચીન: વિશ્વની સૌપ્રથમ સ્માર્ટ ટ્રેન ચીનમાં શરુ થઇ ગઇ છે જેની પહેલી ખેપ બીજીંગથી ઝાન્ગજિયાકો સુધીની હતી. 56,496 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી આ સ્માર્ટ અને હાઈસ્પીડ ટ્રેન ડ્રાઈવર વિના દોડે છે. 174 કિલોમીટરની સફર આ ટ્રએને દસ સ્ટોપ સાથે 47 મીનીટમાં પૂરી કરી છે. આ ટ્રેન 350 કિલોમીટર પ્રતિ કલાકની મેક્સિમમ સ્પીડથી દોડી શકે છે. એની અંદર ચાર્જિંગ, જીપીએસ અને લાઇટિંગ જેવી સુવિધાઓ પણ વાયરલેસ અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ સાથે જોડાયેલી છે.

આ ટ્રેન શરુઆત 2022ની સાલમાં થનારા ઓલિમ્પિક રમતોત્સવને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. સ્વચાલિત હોય એવી આ પહેલી સ્માર્ટ અને હાઈસ્પીડ ટ્રેન હોવાનો ચીનનો દાવો છે. એને ચલાવવા માટે કોઇ જ ઓપરેટર નથી રાખવામાં આવ્યો. એક જ વ્યક્તિ ડ્રાઈવર બોર્ડ પર હશે જે માત્ર કટોકટીભરી સ્થિતિ પર નજર રાખશે. આ ટ્રએનનું મેન્ટિેન્સ અને રિપેરીંગ પણ રોબો દ્વારા થશે.

350
આટલા કિલોમીટર પ્રતિકલાકની ગતિએ આ કાર ડ્રાઈવર વિના દોડે છે
1,39,000
આટલા કિલોમીટરમાં ફેલાયેલું ચીનનું રેલવે નેટવર્ક વિશ્ર્વનું સૌથુ મોટું છે


Loading...
Advertisement