સુપેડીની કુમાર-કન્યા શાળાને તાળાબંધી કરતા ગ્રામજનો

01 January 2020 01:30 PM
Dhoraji Education Saurashtra
  • સુપેડીની કુમાર-કન્યા શાળાને તાળાબંધી કરતા ગ્રામજનો
  • સુપેડીની કુમાર-કન્યા શાળાને તાળાબંધી કરતા ગ્રામજનો

આચાર્યોની કરાયેલી બદલી સામે વિરોધ : પગલા નહીં લેવાય તો ઉગ્ર લડતની ચિમકી

ધોરાજી/ઉપલેટા તા.1
ધોરાજી તાલુકાના સુપેડી ગામની શ્રી ક્ધયા શાળાના એચ. ટાટ આચાર્યો ભાવેશભાઈ દાઢાણીયા અને ફાલ્ગુનીબેન યાદવની સરકારના તાત્કાલિક ઉતાવળા નિર્ણયથી બદલી થતાં શાળાના બાળકો, શિક્ષકગણ, વાલીગણ અને સરપંચ સહિતના ગ્રામજનોમાં ખુબજ રોષની લાગણી જન્મી છે.
આ બંને શાળાના આચાર્યો અને શિક્ષકો દ્વારા એક ટીમ વર્કથી શૈક્ષણિક અને સહ અભ્યાસિક પ્રવૃતિઓ કરાવવામાં આવે છે. આ બંને શાળાના આચાર્યોની અચાનક બદલીના ઓર્ડર આવતા ગ્રામજનોમાં અને બાળકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. સરપંચ ધર્મિસ્ઠાબેન ભૂત, ગ્રામ પંચાયતના જાગૃત સભ્ય અલ્પેશભાઈ ગોવાણી, શિક્ષણવિદ પ્રવીણભાઈ ડઢાણીયા, રમેશભાઈ રોકડ તળભ સભ્ય વિનુભાઈ મેનિયા અને જાગૃત વાલીગણ પ્રવીણભાઈ પરમાર સહિતના લોકો બહોળી સંખ્યામાં એકત્રિત થઈને આ બંને આચાર્યની બદલી રોકવા સરકારશ્રી ના શિક્ષણ વિભાગમાં જોરદાર માંગ કરવામાં આવી છે. આ બદલી રોકવામાં નહીં આવે ત્યાં સુધી કુમાર અને ક્ધયા એમ બંને શાળાઓને તાળાબંધી રાખવાનો ગ્રામજનોએ નિણર્ય કરેલ છે. આ શાળાને તાળા બંધી કરી ગ્રામજનો દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવેલ છે.


ધોરાજી તાલુકા પેન્શન મંડળની મંગળવારે સાધારણ સભા
ધોરાજી,તા. 1
ધોરાજી તાલુકાના પેન્શન મંડળની સાધારણ સભા તા. 7-1ને મંગળવારના સવારે 9.30 કલાકે કડવા પટેલ સમાજ પોસ્ટ ઓફીસ ચોક ધોરાજી ખાતે રાખેલ છે. પેન્શનર મંડળના તમામ સદસ્યોને આ સભામાં ઉપસ્થિત રહેવા મંડળના પ્રમુખ ભરતભાઈ ભાલોડીયાની યાદીમાં જણાવાયું છે.


Loading...
Advertisement