ઉતર ગુજરાત યુનિવર્સીટીના ઉપકુલપતિની શરાબની મહિમા ગાતી પોષ્ટ વાયરલ

01 January 2020 11:40 AM
Ahmedabad Crime Education Government Gujarat Rajkot Saurashtra
  • ઉતર ગુજરાત યુનિવર્સીટીના ઉપકુલપતિની શરાબની મહિમા ગાતી પોષ્ટ વાયરલ

‘ઐ માલીક’ ના રાગમાં શરાબથી આશીકી દર્શાવી: ડો.અનિલ નાયક વિવાદમાં ફસાયા

રાજકોટ: ગુજરાતમાં એક તરફ રાજય સરકાર દારુ બંધીના અમલને અત્યંત કડક બનાવી રહી છે અને ગઈકાલે 31ની રાત્રીના ‘પીધેલા’ઓ પર ભારે આકરી કાર્યવાહી કરી હતી તે સમયે જ પાટણની ઉતર ગુજરાત, હેમચંદ્ર આચાર્ય યુનિ.ના સરકાર નિયુક્ત ઉપકુલપતિ ડો. અનિલ નાયકની એક જૂની પોષ્ટે વિવાદ સર્જયો છે. ડો. નાયકની એક દારૂની પ્રશંસા કરતી પોષ્ટ નવા વર્ષે જ વાયરલ થઈ છે તેમાં તેઓ એ માલીક તેરે બંદે હમ’ ના રાગમાં શરાબની પ્રશંસા કરી રહી છે અને તે રસપ્રદ પોષ્ટ તેમના ઈન્સ્ટાગ્રામ સહિતના સોશ્યલ મીડીયા એકાઉન્ટમાં પોષ્ટ થઈ છે. જો કે આ પોષ્ટ 2013ની હોવાનો સંકેત છે. જે સમયે તેઓ યુનિ.ના ઉપકુલપતિ પદ પર ન હતા છતાં એક શિક્ષણ શાસ્ત્રી તરીકે તેઓની આ પ્રકારની પોષ્ટથી વિવાદ સર્જાયો છે અને પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે તેમની સામે આગળની માંગ કરી છે.


Loading...
Advertisement