મોંઘવારીએ પણ કહ્યું હેપ્પી ન્યુયર:રેલવે ભાડાનો બોજો રૂા.2300 કરોડ: રાંધણગેસ મોંઘો

01 January 2020 08:48 AM
Budget 2020 Government India Travel
  • મોંઘવારીએ પણ કહ્યું હેપ્પી ન્યુયર:રેલવે ભાડાનો બોજો રૂા.2300 કરોડ: રાંધણગેસ મોંઘો

2019માં પેટ્રોલમાં રૂા.5 અને ડિઝલમાં રૂા.6 વધારી દેવાયા હતા : સરકારે નવા વર્ષે જ આગમના એંધાણ આપી દીધા: રેલવે મુસાફરી મોંઘી: ઘરેલું નોન સબ્સીડાઈઝ અને કોમર્સીયલ રાંધણગેસમાં રૂા.19થી29 સુધીનો ભાવવધારો

નવી દિલ્હી: આજથી શરૂ થતા નવા વર્ષથી જ કેન્દ્ર સરકારે દેશના લોકોને ભાવ વધારાથી હેપ્પી ન્યુયર કહ્યું છે. એક તરફ ભારતીય રેલવેએ તેના મુસાફર ભાડામાં આજે મધરાતથી જ વધારો લાગુ કરી દીધો છે. રેલવેએ મેઈલ-એકસપ્રેસમાં પ્રતિ કીમી 2 પૈસા અને એસી ટ્રેનોમાં પ્રતિ કીમી 4 પૈસા જેવો વધારો કર્યા છે જે લાંબા અંતરની ટ્રેનોના ભાડામાં મોટો વધારો કરશે. જો કે હાલ પરાની ટ્રેનો કે સીઝન ટિકીટના દરમાં કોઈ વધારો થશે નહી. જેના કારણે હાલ તે વર્ગને રાહત છે. રેલ્વેએ રોડ-ટ્રાન્સપોર્ટ સાથે સ્પર્ધા હોવાથી તેના નૂર ભાડામાં વધારો કર્યો નથી. આમ રેલવેએ નવા વર્ષે જ રૂા.2300 કરોડનો બોજો તેના મુસાફરો પર લાદી દીધો છે. રેલવેની દલીલ છે કે તેની મુસાફર ભાડા આવક અને ટ્રેન ઓપરેટીંગ ખર્ચ વચ્ચે રૂા.20000 કરોડની ખોટ જાય છે. જેના સંદર્ભમાં ફકત 10% જેટલી આવક વધશે પણ દિલ્હી- મુંબઈ કે દિલ્હી-અમદાવાદ વચ્ચેની મુસાફરી 50-60 રૂા. મોંઘી થશે. જો કે જેઓએ અગાઉથી તેની ટિકીટ તા.1 જાન્યુના બાદના પ્રવાસ માટે કરી છે તેઓને નવા ભાડા વધારો લાગુ થશે નહી પણ જો ટીટી- ચેકીંગ સ્ટાફની અમલમાં કોઈ વધારાની મુસાફરી માલુમ પડશે તો નવા દર મુજબ ચાર્જ વસુલાશે.
સરકારે નવા વર્ષના પ્રારંભે રસોઈ ગેસના સિલીન્ડરમાં પણ ભાવ વધારો કર્યો છે. સતત ચોથા મહિને આ ભાવવધારો છે. સરકારે નોન સબ્સીડાઈઝ અને કોમર્સીયલ ગેસ સીલીન્ડરના ભાવમાં અનુક્રમે પ્રતિ સીલીન્ડર (14.2 કીલો) રૂા.19નો વધારો થયો છે તો કોમર્સીયલ ગેસ સીલીન્ડર (19 કિલો)નો ભાવ 29.50નો વધારો થયો છે. જયારે પાંચ કિલોના સિલીન્ડરના ભાવમાં રૂા.7નો વધારો થયો છે. જે રૂા.276માં મળશે. છેલ્લા પાંચ માસમાં ‘નોન’ સબ્સીડાઈઝ ગેસના ભાવમાં 2137 વધ્યા છે તો કોમર્સિયલના ભાવ રૂા.230 વધ્યા છે.
હવે જેઓ સબ્સીડાઈઝ ગેસ વાપરે છે તેના ખાતામાં રૂા.238ની સબ્સીડી આવશે. જો કે આજે પેટ્રોલ-ડિઝલના ભાવમાં કોઈ ફેરફાર થયા નથી.
2019માં પેટ્રોલ રૂા.6 અને ડિઝલ રૂા.5 મોંઘા થયા હતા.


Loading...
Advertisement