બોર્ડની ધો.10-12ની પરીક્ષા 5 માર્ચથી શરૂ: લાખો વિદ્યાર્થીઓનું ભાવિ ઘડાશે

31 December 2019 04:34 PM
Ahmedabad Education Gujarat Rajkot
  • બોર્ડની ધો.10-12ની પરીક્ષા 5 માર્ચથી શરૂ: લાખો વિદ્યાર્થીઓનું ભાવિ ઘડાશે

રાજકોટ જીલ્લામાં સરધાર-મોવીયાને ધો.10નું અને કસ્તુરબાધામને ધો.12નું નવું કેન્દ્ર અપાયું: એક ડઝનથી વધુ કેન્દ્રો પર કાતર ફરી

રાજકોટ તા.31
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને ધો.12ની પરીક્ષા આગામી તા.5 માર્ચથી લેવામાં આવનાર છે.

શિક્ષણ બોર્ડની પરીક્ષા સમિતિની આજે ગાંધીનગર ખાતે મળેલી ખાસ બેઠકમાં ધો.10 અને 12ની પરીક્ષાના ટાઈમટેબલ પર મંજુરીની મહોર મારવામાં આવી હતી. તેની સાથે ધો.10 (એસએસસીના) 28 નવા પરીક્ષા કેન્દ્રો મંજુર કરવામાં આવેલ હતા. તેની સામે એક ડઝનથી વધુ પરીક્ષા કેન્દ્રો રદ કરવાનો પણ નિર્ણય લેવામાં આવેલ છે.

રાજકોટ જિલ્લામાં બોર્ડની પરીક્ષાના ત્રણ નવા કેન્દ્રોને બહાલી આપવામાં આવી છે.

જેમાં ધો.10 માટે સરધાર અને મોવીયા એમ બે પરીક્ષા કેન્દ્ર મંજુર કરવામાં આવેલ છે. જયારે ધો.12ની પરીક્ષા માટે કસ્તુરબાધામ ત્રંબાનું નવું પરીક્ષા કેન્દ્ર મંજુર કરવામાં આવેલ છે.

ધો.10 અને 12ની પરીક્ષા તા.5 માર્ચના એક સાથે શરૂ થશે. જેમાં ધો.10ની પરીક્ષા તા.5 થી 16 ધો.12 સામાન્ય પ્રવાહની તા.5થી21 અને ધો.12 વિજ્ઞાન પ્રવાહની તા.5થી16 માર્ચ દરમિયાન પરીક્ષા લેવાશે.


Loading...
Advertisement