જામજોધપુરથી નર્મદાના પ્રવાસે નીકળેલી ખાનગી બસને અકસ્માત નડતા 15 વિદ્યાર્થીઓ ઘાયલ

31 December 2019 12:30 PM
Dhoraji Education Gujarat Saurashtra Travel
  • જામજોધપુરથી નર્મદાના પ્રવાસે નીકળેલી ખાનગી બસને અકસ્માત નડતા 15 વિદ્યાર્થીઓ ઘાયલ
  • જામજોધપુરથી નર્મદાના પ્રવાસે નીકળેલી ખાનગી બસને અકસ્માત નડતા 15 વિદ્યાર્થીઓ ઘાયલ
  • જામજોધપુરથી નર્મદાના પ્રવાસે નીકળેલી ખાનગી બસને અકસ્માત નડતા 15 વિદ્યાર્થીઓ ઘાયલ

ધડાકાભેર બસ સાથે અથડાઇ ડમ્પર પલ્ટી ગયું : સદનસીબે જાનહાની ટળી

(ફારૂક ચૌહાણ) વઢવાણ તા.31
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના પાણશીણા નજીક આવેલા દેવપર ગામના પાટિયા પાસે જામજોધપુર ગામેથી શાળાની બસ વિદ્યાર્થીઓને લઈ અને નર્મદા ખાતે જઇ રહી હતી. રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાતા 15 વિદ્યાર્થીઓને ઇજા થઇ હતી.
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના પાણશીણા ગામના પાટિયા પાસે જામજોધપુર ગામેથી નર્મદા પ્રવાસમાં જઈ રહેલા વિદ્યાર્થીઓની બસને ડમ્પર સાથે અકસ્માત બાદ સર્જાયેલા અકસ્માત ડમ્પર પલટી મારી ગયું હતું જ્યારે ખાનગી બસમાં રહેલા વિદ્યાર્થીઓમાં પંદર જેટલા વિદ્યાર્થીઓને ઈજાઓ પહોંચતા તાત્કાલિક ધોરણે 108ના માધ્યમ થકી લીંબડી ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
ઘટના સ્થળ ઉપર પાણશીણા ગામ ની પોલીસ પહોંચી અને રોડ રસ્તા વચ્ચે સર્જાયેલ ટ્રાફિકમાં બંને વાહનોને સાઈડમાં ખસેડી અને સર્જાયેલો ટ્રાફિક પૂર્વવત કરવામાં આવ્યો છે ત્યારે આ ખાનગી ટ્રાવેલ્સની બસ જામજોધપુર ગામ ખાતેથી નર્મદા ખાતે વિદ્યાર્થીઓને લઈ અને પ્રવાસમાં જતી હોવાનું જાણવા મળી રહ્યું છે.
લીંબડીના પાણસીણા ગામના પાટિયા પાસે આવેલા દેવપુરા ગામના પાટિયા પાસે આ ખાનગી ટ્રાવેલ્સની બસને સામેથી આવતા ડમ્પરના ચાલકે ડમ્પર ઉપરનો કાબૂ ગુમાવતાં ધડાકાભેર બસ સાથે અથડાયું હતું અથડાયા બાદ રોડ રસ્તા ઉપર જ ડમ્પર પલટી મારી ગયું હતું જયારે બસમાં બેઠેલા વિદ્યાર્થીઓ માં કેટલા વિદ્યાર્થીઓને ઇજાઓ પહોંચેલ છે જ્યારે હાલમાં આ પંદર જેટલા વિદ્યાર્થીઓ સારવાર માટે લીમડી હોસ્પીટલ ખસેડવામાં આવ્યા છે ત્યારે પાણશીણા ગામની પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધવા અને અકસ્માત અંગેની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.


Loading...
Advertisement