અમરેલી કોલેજનાં પ્રિન્સીપાલ પર પ્રાઘ્યાપકનો હુમલો

30 December 2019 01:37 PM
Amreli Crime Education Saurashtra
  • અમરેલી કોલેજનાં પ્રિન્સીપાલ પર પ્રાઘ્યાપકનો હુમલો

બાબરાના ગરણી ગામે ઇલે.શોર્ટથી આધેડનું મોત

(મિલાપ રૂપારેલ) અમરેલી તા.30
એક તરફ રાજય અને કેન્દ્ર સરકાર શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે અવનવી યોજનાઓ કાર્યરત કરે અને બીજી તરફ શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણની હાલત અતિ દયનીય બની રહી હોય તેની સાબિતી આપતી ઘટનાં પ્રકાશમાં આવેલ છે.

અમરેલી ખાતે આવેલ સૌથી જુની કે.કે. પારેખ-કોમર્સ કોલેજમાં ગઈકાલે પ્રિન્સીપાલ ઉપર એક પ્રાઘ્યાપકે ખુરશી વડે હુમલો કરી કોલર પકડી, ધકકો માર્યાની ઘટનાં વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં બનતાં ભારે ચકચાર મચી ગઈ છે. કોમર્સ કોલેજનાં પ્રિન્સીપાલે ટ્રસ્ટી મંડળને લેખિત ફરિયાદ કરી છે તેમજ રૂબરૂ રડતા-રડતા રજૂઆત કર્યાનું પણ જાણવા મળેલ છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, પ્રિન્સીપાલે શિક્ષણ કાર્યને લઈને પ્રાઘ્યાપકને ઠપકો આપતાં પ્રાઘ્યાપકે પ્રિન્સીપાલનું જાહેરમાં અપમાન કર્યુ હોવાનું ચર્ચાઈ રહૃાું છે. જો કે આ બાબતે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ થઈ નથી.

ઇલે.શોર્ટથી મોત
બાબરા તાલુકાનાં ગરણી ગામે રહેતાં અરવિંદભાઈ શંભુભાઈ મણીયારા નામનાં પપ વર્ષિય આધેડ ગુરૂવારે ગરણી ગામે આવેલ મેલડી માતાજીનાં મંદિરનાં લોખંડનાં દરવાજાને ગ્રીનેડ કામ કરતો હોય, જેથી તેઓ થાંભલેથી પાવર આવતો હોય, ત્યાં જોવા જતાં, તેમને ઈલેકટ્રીક શોક લાગતાં, સારવાર માટે જસદણ દવાખાને ખસેડાયેલ, જયાં તેમનું મોત નીપજયાનું બાબરા પોલીસમાં જાહેર થવા પામેલ છે.

મારામારી
વડનગર ગામે રહેતાં પ્રદિપભાઈ જીવનભાઈ સાગઠીયાની દીકરીને રાજુલા ગામે રહેતાં, રાજુ રામભાઈ બાબરીયા હેરાન કરતો હોય, જેથી તેણીનો ભાઈ જયેશભાઈ આ બાબતે સામાવાાને ઠપકો આપવા જતાં, આ રાજુ રામભાઈ સહિત 4 ઈસમોએ જયેશભાઈને લોખંડનાં પાઈપ વડેમાર મારી, જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી, જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરિયાદ રાજુલા પોલીસમાં નોંધાતાં, નાયબ પોલીસ અધિક્ષક આર. ડી. ઝાલાએ વધુ તપાસ હાથ ધરી છે.

બેભાન હાલતમાં મોત
ખાંભા તાલુકાનાં ડેડાણ ગામે રહેતાં અલારખભાઈ બચુભાઈ સિદાતર નામનાં 40 વર્ષિય યુવક ગત્તા.3/4/19 નાં રોજ તેમને ઉલ્ટી ઉબકા થતાં હોય, તેથી પોતે ઓસરીની ધારેથી નીચે પડી જતાં, માથાનાં ભાગે ઈજા થતાં બેભાન હાલતમાં સારવાર માટે દવાખાને ખસેડાયેલ, જયાં તેમનું મોત નીપજયાનું ખાંભા પોલીસમાં જાહેર થતાં એસ. કે. બરજોડે એ વધુ તપાસ હાથ ધરી છે.

વૃઘ્ધ ગુમ
સાવરકુંડલા ગામે આવેલ હાથસણી રોડ, રાધેશ્યામ સોસાયટીમાં રહેતાં, નાગજીભાઈ બાવાભાઈ કેશુર નામનાં 80 વર્ષિય વૃદ્ધ બિમારી સબબ અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયાં હતા, ત્યારે આ વૃદ્ધ કોઈને પણ જાણ કર્યા વગર પોતાની મેળે કયાંક જતાં રહૃાાં હોય, આ અંગે સીટી પોલીસમાં જાણ કરવામાં આવતાં પોલીસે તેમની શોધખોળ આદરી છે.

પરિણીતાને ત્રાસ
કુબડા ગામે રહેતા અને નેસડી ગામે સાસરે ગયેલા કાજલબેન મધુભાઈ ભુવા નામની પરિણીતાને તેણીના પતિ મહેશભાઈ કાળુભાઈ ખુંટ, સસરા કાળુભાઈ પોપટભાઈ ખુંટ સહિત 6 જેટલા લોકોએ તેણીના લગ્ન જીવન દરમિયાન ઓછો કરીયાવર લાવી છો તેમ કહી અવાર-નવાર ગાળો આપી, શારીરિક, માનસિક ત્રાસ આપી, મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ધારી પોલીસમાં નોંધાવી છે.

હાલ બાબરા તાલુકાના નવાણીયા ગામે રહેતા અને રાજકોટ ગામે સાસરે રહેતા હર્ષાબેન મહેશગીરી ગૌસ્વામી નામની ર9 વર્ષીય પરિણીતાને તેણીના પતિ મહેશગીરી ભીખુગીરી ગૌસ્વામી સહિત 4 લોકોએ કરીયાવર ઓછો લાવવા બાબતે મેણા-ટોણા મારી પતિએ ઢીકાપાટુનો માર મારી ગાળો આપ્યાની ફરિયાદ બાબરા પોલીસમાં નોંધાઈ છે.


Loading...
Advertisement