રાજકોટમાં આવતીકાલે કૃષિ યુનિ.માં કારકૂનોની ભરતી માટે પરીક્ષા : પ્રથમ વખત કન્સલટન્ટનું સુપરવિઝન

28 December 2019 03:24 PM
Rajkot Education Government Saurashtra
  • રાજકોટમાં આવતીકાલે કૃષિ યુનિ.માં કારકૂનોની  ભરતી માટે પરીક્ષા : પ્રથમ વખત કન્સલટન્ટનું સુપરવિઝન

જિલ્લા કલેકટર દ્વારા 19 સેન્ટરો પર 13032 ઉમેદવારો માટે ગોઠવાતી વ્યવસ્થા : પેપરો આવ્યા

રાજકોટ તા.28
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આવતીકાલે કૃષિ યુનિ.ના કારકૂનોની જગ્યા ભરવા પરીક્ષા લેવામાં આવનાર છે. આ પરીક્ષામાં પ્રથમ વખત તમામ કામગીરીઓ પરીક્ષાનું સંચાલન-સુપરવિઝન ખાનગી એજન્સી ટીસીએસને સોંપવામાં આવ્યું હોવાનું જિલ્લા કલેકટર કચેરીના સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં કૃષિ યુનિ.માં કારકૂનોની ભરતી માટે લેવાનારી પરીક્ષામાં રાજકોટના 19 પરીક્ષા સેન્ટરો નક્કી કરવામાં આવ્યા છે. 13032 ઉમેદવારોએ પરીક્ષા આપવા ઉમેદવારી કરી છે. આ પરીક્ષા નર્મદા વેલી ફર્ટીલાઇઝર તેમજ ટીસીએસ દ્વારા લેવામાં આવનાર છે. પરીક્ષા સેન્ટરોમાં સુપરવિઝન સહિતની તમામ કામગીરીઓ ખાનગી એજન્સીને સોંપવામાં આવી છે. આ પરીક્ષાનું પ્રશ્ર્ન પેપર બપોરના બે વાગ્યાથી ચાર વાગ્યા સુધી લેવામાં આવનાર છે. પરીક્ષાનું પ્રશ્ર્ન પત્ર ઓ.એમ.આર. પઘ્ધતિથી તૈયાર કરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે.

આવતીકાલે રાજકોટના 19 પરીક્ષા સેન્ટરોમાં લેવાનારી પરીક્ષા માટે પ્રશ્ર્નોપત્રો ગઇકાલે રાજકોટ આવી પહોંચતા તાલુકા મામલતદાર કે.એમ.કથીરીયાએ વિડીયોગ્રાફી કરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કરણસિંહજી શાળાના સ્ટ્રોંગરૂમમાં સીલ કરીને મુકી આવ્યા છે. પરીક્ષા લેવામાં પ્રથમ વખત એક પણ સરકારી કર્મચારીને ફરજમાં લેવામાં આવ્યા નથી. પરીક્ષાની તમામ કાર્યવાહી ખાનગી એજન્સી દ્વારા કરવામાં આવનાર છે તેવું કલેકટર કચેરીના સૂત્રોમાંથી જાણવા મળેલું છે.


Loading...
Advertisement