ધોરાજી:કનેરિયા હાઇસ્કૂલમાં સૂર્યગ્રહણ લાઈવ નિદર્શન યોજાયું

28 December 2019 01:18 PM
Dhoraji Education Technology
  • ધોરાજી:કનેરિયા હાઇસ્કૂલમાં સૂર્યગ્રહણ લાઈવ નિદર્શન યોજાયું

વિદ્યાર્થીઓ અને નગરજનોએ વિશાળ સંખ્યામાં લાભ લીધો

ધોરાજી,તા. 28
ધોરાજીની એ.ઝેડ. કનેરિયા હાઇસ્કૂલ ખાતે સૂર્યગ્રહણ લાઈવ નિદર્શન યોજાયું હતું.
શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો-નગરજનો માટે ટેલીસ્કોપ તથા ફીલ્ટર ચશ્મા વડે સૂર્યગ્રહણનું લાઈવ નિદર્શન કરવામાં આવેલ હતું.જેમાં માર્ગદર્શક તરીકે શાળાના શિક્ષકો ભાવેશભાઈ એ. પાઠક અને અશોકસિંહ જી.જાડેજાએ વિદ્યાર્થીઓને સૂર્યગ્રહણ વિષે રસપ્રદ માહિતી આપેલ હતી.
આ તકે એ.ઝેડ. કનેરિયા હાઇસ્કૂલ,એ.ઝેડ. કનેરિયા પ્રાયમરી સ્કૂલ, ભગવતસિંહજી હાઇસ્કૂલ, સાંદિપની વિદ્યા સંકુલ, અપૂર્વ વિદ્યાલય, અલ્ટ્રા કલાસીસનાં કૂલ 1256 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ. શાળાનાં આચાર્યો જે.કે. કોરિયા (એ.ઝેડ. કનેરિયા હાઇસ્કૂલ), જે.સી. પરસાણીયા (એ.ઝેડ. કનેરિયા પ્રાયમરી સ્કૂલ), સરોજબેન ગોધાસરા (સાંદિપની વિદ્યા સંકુલ), વી.જે. બાબરિયા વર્ગ-2 (ભગવતસિંહજી હાઇસ્કૂલ) તથા સંચાલક મંડળના પ્રમુખ રસિકભાઈ બી. ઘેટીયા ઉપરાંત શિક્ષકો જી.જે. કાનાણી, પી.ડી. પટેલ, એચ.એ. ભડાણીયા, પી.એન. સોલંકી, વી.જે. મારુ, પરેશ માવાણી, આર.એમ. કંડોલિયા, વી.બી. ગોધાસરા,બી.પી. પાદરિયા, તથા પ્રાયમરી શિક્ષક પીનલબેન જાગાણી, મનીષાબેન સોલંકી, ખુશ્બુબેન જોરિયા, નમ્રતાબેન ટાંક, કોમલબેન, અસ્મિતાબેન સાગઠીયા, કમળાબેન ડાભી, પ્રશાંતભાઈ પટેલ, વિણાબા એ. જાડેજા, તૃપ્તીબેન તથા અલ્ટ્રા ક્લાસીસના સંચાલક શ્રી ભાવેશભાઈ ખાનપરા,, ભુમીબેન અને ભગવતસિંહજી હાઇસ્કૂલનાં શિક્ષક મહેશભાઈ મકવાણા, વી.એન.જાદવ, એન.વી. જીવાણી તથા ગામનાં નગરજનોએ ભાગ લીધો હતો. અને ભાવેશભાઈ પાઠક અને અશોકસિંહ જાડેજાને વિદ્યાર્થીઓને સૂર્યગ્રહણનું જ્ઞાન આપ્યું હતું તે બદલ બિરદાવેલ હતા.


Loading...
Advertisement