આ છે બાયોનિક વુમન : તેના શરીરમાં બે માઇક્રોચિપ અને ફલેશ લાઇટ બેસાડાઇ છે

23 December 2019 02:47 PM
Off-beat Woman World
  • આ છે બાયોનિક વુમન : તેના શરીરમાં બે માઇક્રોચિપ અને ફલેશ લાઇટ બેસાડાઇ છે

કયારેક કોઇ એક હાદસો જીવનની આખી દિશા અને દશા બદલી નાંખે છે. એવું જ કંઇક લિવરપુલમાં રહેતી 31 વર્ષની એન્જિનિયર મહિલા વિન્ટર મેઝ સાથે બન્યું છે. એક કાર એકિસડન્ટમાં તેને ગર્દન, ઘૂંટણનાં હાડકામાં ભારે માર વાગ્યો હતો તથા એડી પણ તૂટી ગઇ હતી. આ અકસ્માત બાદ તેના ઘર ઘણી સર્જરી કરવામાં આવી હતી. તેના જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવી. જો કે એક પાડોશીએ તેમને સ્માર્ટચીપ લગાવવાની સલાહ આપી, જેને કારણે તેનું જીવન એકદમ સરળ બની ગયું છે. હવે વિન્ટરબહેન અમેરિકામાં બાયોનિક વુમન તરીકે જાણીતાં બન્યા છે.
Image result for This is Bionic Woman: Two microchips and flash lights fitted in her body.
તેના હાથમાં બે ચિપ ઇમ્પ્લાન્ટ કરવામાં આવી છે. એમાંથી એક ચિપની મદદથી બેઠા-બેઠાં જ પોતાના ઘરનો દરવાજો ખોલ બંધ કરવામાં વાપરે છે. આ ચિપ વર્કપ્લેસ પર સિકયોરીટી કાર્ડ તરીકે પણ વપરાય છે.

બીજા હાથના કાંડામાંની ચિપમાં બિઝનેસ કાર્ડનું કમ્પ્યુટરરાઇઝડ વર્ઝન સ્ટોર કરાયું છે જે તે ફોન ઉપાડયા વિના ચાહે તે વ્યકિતના ફોનમાં સંદેશ મોકલી શકે છે. હાથની આંગળીઓમાં મેગ્નેટ અને એક હાથની કોણી પર બે ફલેશ લાઇટ ઇમ્પ્લાન્ટ કરાવી છે. પહેલી નજરે લગભગ યુઝલેસ જાણીતી આવી સગવડ ધરાવતું મોડીફિકેશન કર્યા પછી વિન્ટરબહેન બહુ ખુશ છે અને તેમને લાગે છે કે ચિપ લગાવ્યા બાદ મારૂ જીવન ઘણું સરળ બની ગયું છે.


Loading...
Advertisement