જૂનાગઢ કૃષિ યયુનિવર્સીટીમાં 27મી ડિસેમ્બરે પદવીદાન સમારોહની તૈયારીઓ

23 December 2019 01:07 PM
Junagadh Education Saurashtra
  • જૂનાગઢ કૃષિ યયુનિવર્સીટીમાં 27મી  ડિસેમ્બરે પદવીદાન સમારોહની તૈયારીઓ

જૂનાગઢ,તા. 23
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે આગામી તા. 27 ડીસેમ્બરને શુક્રવારના ગુજરાતના રાજ્યપાલની ઉપસ્થિતિમાં છાત્રોને પદવી એનાયત કરવામાં આવશે. જેમાં સ્નાતક, અનુસ્નાતક સહિત 618 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે.
આગામી 27 ડિસેમ્બરનાં બપોરનાં 12 કલાકે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનાં પ્રમુખસ્થાને 15મો વાર્ષિક પદવી સમારંભ યોજાશે જેમાં 358 સ્નાતક, 26 અનુ સ્નાતક તેમજ પીએચડી મળી કુલ 618 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાશે. આ કાર્યક્રમમાં કર્ણાટકની ધારવાડ યુનિ.ના કુલપતિ ડો. એમ.બી. સેટ્ટી મુખ્ય અતિથિ તરીકે હાજર રહી દિક્ષાંત પ્રવચન આપશે. તેમજ ગુજરાતના કૃષિમંત્રી ખાસ ઉપસ્થિત રહેશે જેની યુનિવર્સિટીમાં પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે.


Loading...
Advertisement