ગુજરાતી માુયમિક શાળાઓમા અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન શિક્ષકોની 60% જણયા ખાલી

20 December 2019 02:57 PM
Education
  • ગુજરાતી માુયમિક શાળાઓમા અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન  શિક્ષકોની  60% જણયા ખાલી

ધોરણ 10ના 30% વિદ્યાર્થીઓ આ ત્રણ વિષયોમાં નાપાસ થાય છે

શક્ષણનું સ્તર સુધારવા ગુજરાત ઝઝુમી રહ્યું છે ત્યારે રાજયમાં ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજીના શિક્ષકોની 60% જગ્યા ખાલી હોવાની ચોંકાવનારી વાત સામે આવી છે. ધોરણ 10ની પરીક્ષામાં દર વર્ષે સરેરાશ 30% વિદ્યાર્થીઓ આ ત્રણ વિષયમાં નાપાસ થતા હોઈ, આ આંકડા મહત્વના છે.
2019માં ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી વિષયોમાં દર 10માંથી 3 વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. આ પાછળનું એક કારણ અંગ્રેજી અને ગણિત શિક્ષકોની ખાસ કરીને સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં અછત છે. માધ્યમિક વર્ગમાં 2371 જગ્યાઓમાંથી 58% અંગ્રેજીના શિક્ષકો માટે ગણિત માટે 21% અને વિજ્ઞાન માટે 37% છે.
વિધાનસભામાં રજુ થયેલા આંકડા મુજબ 2371 જગ્યાઓમાંથી 494 અંગ્રેજી શિક્ષકો માટે અને 884 ગણિત અને વિજ્ઞાનના શિક્ષકોની છે.
ઉચ્ચતર શિક્ષણ વર્ગમાં પણ 4020 જગ્યાઓ ખાલી છે. એમાંથી 19% અંગ્રેજીના શિક્ષકો માટેની છે.
ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ ઘણા વિષયો છે, પણ આર્ટસ, કોમર્સ અને સાયન્સ પ્રવાહમાં અંગ્રેજી સામાન્ય વિષય છે, અને આ વિષયના શિક્ષકોની સૌથી વધુ જગ્યા ખાલી છે. શિક્ષણ વિભાગના એક અધિકારીના જણાવ્યા મુજબ લાયકાત ધરાવતા અંગ્રેજીના શિક્ષકોની અછત છે, કોલેજ કીએ અંગ્રેજી ભણાવવા સરકારને નિવૃત શિક્ષકો રોકવાની ફરજ પડી છે.
અધિકારીના જણાવ્યા મુજબ આ ત્રણ વિષયોમાં નાપાસ થતા મોટાભાગના વિદ્યાર્થીઓ ગ્રામીણ વિસ્તારના છે ત્યાં આ વિષયોના શિક્ષકો નથી, અને હોય તો પણ યોગ્ય રીતે શીખવી શકતા નથી.
ગણિત અને વિજ્ઞાનના શિક્ષકોની સૌથી વધુ જગ્યા ભાવનગર, બનાસકાંઠા અને દાહોદ જિલ્લામાં ખાલી છે, જયારે અંગ્રેજીના શિક્ષકોની સૌથી વધુ જગ્યા પંચમહાલ, મહીસાગર અને અરાવલ્લી જિલ્લામાં ખાલી છે.


Loading...
Advertisement