કચ્છ: શાળામાં રતનજયોતના બી ખાઇ જતાં 6 વિદ્યાર્થીઓની હાલત બગડી

20 December 2019 02:03 PM
kutch Education
  • કચ્છ: શાળામાં રતનજયોતના બી ખાઇ જતાં 6 વિદ્યાર્થીઓની હાલત બગડી

નલીયામાં સારવાર અપાયા બાદ વધુ તબિયત કથડતાં ભૂજ ખસેડાઇ

ભૂજ તા.20
અબડાસાના વડસર ગામે રતનજ્યોત નામની વનસ્પતિના બી ખાઈ જવાથી ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી 10થી 12 વર્ષની 6 બાળકીઓની તબિયત લથડી જતાં તમામને નલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાથમિક સારવાર અપાયા બાદ ભુજ જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાઈ છે. જો કે, તમામ બાળકીઓની હાલત સુધારા પર હોવાનું તબીબોએ જણાવ્યું છે.
ગત ગુરુવારે સાંજે પાંચ-સાડા પાંચના અરસામાં કુતૂહલવશ આ બાળાઓએ શાળાના પ્રાંગણમાં વાવેલા રતનજ્યોતના બી ખાધાં હતા. રાત્રે 8 વાગ્યા બાદ બાળકીઓને એકાએક ઝાડા-ઉલટી સાથે તબિયત લથડતાં ગામમાં દોડધામ મચી ગઈ હતી. તમામને નલિયા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાઈ હતી. ત્યારબાદ બાળાઓની તબિયત વધુ ખરાબ થતાં તમામને ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી જ્યાં તાત્કાલિક સારવાર અપાતા તમામની તબિયત હાલ સુધારા પર હોવાનું જાણવા મળ્યું હતું.
અસરગ્રસ્ત બાળાઓમાં અરૂણા વેલજી કોલી (ઉ.વ.10), દિવ્યા સુમાર કોલી (ઉ.વ.12), મિત્તલ વેરશીભાઈ કોલી (ઉ.વ.10), શબાના સલીમ (ઉ.વ.11), જમીલા જુસબ વાઢા (ઉ.વ.10) અને ગીતા અરવિંદ કોલી (ઉ.વ.09)નો સમાવેશ થાય છે. જ્યાં નાના બાળકો ભણતા હોય ત્યાં શા માટે ઝેરી વનસ્પતિઓ ઉઘાડાઈ છે તેવો પ્રશ્ન વાલીઓએ કર્યો હતો.


Loading...
Advertisement