જીએસટી કાઉન્સીલમાં પ્રથમવખત ‘મતદાન’થી નિર્ણય લેવાયા

19 December 2019 12:10 PM
Business India
  • જીએસટી કાઉન્સીલમાં પ્રથમવખત ‘મતદાન’થી નિર્ણય લેવાયા

ગેરરીતિથી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી હશે તો ‘બ્લોક’ થઇ જશે:એકપણ વખત જીએસટીઆર-1 નહીં ભરનારા કરદાતાઓને 10મી જાન્યુઆરી સુધી છેલ્લી તક અન્યથા ઇ-વે બીલ અટકાવાશે:ઇનવોઇસ અપલોડ ન થયા હોય તો 20ને બદલે માત્ર 10 ટકા ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ:જીએસટીઆર-3 બી નહીં ભરનારા કરદાતાઓ સામે પગલા લેવા માટે અધિકારીઓને ખાસ સત્તા

નવી દિલ્હી,તા. 19
જીએસટી વસુલાત વધારપવા માટે અથાગ પ્રયત્નો છતાં આવક વધતી નથી ત્યારે બુધવારની કાઉન્સીલની બેઠક પર ખાસ મીટ હતી પરંતુ તેમાં કોઇ મોટા નિર્ણય થયા ન હતા. જો કે, સૌથી મહત્વની બાબત એ છે કે જીએસટી કાઉન્સીલનાં ઇતિહાસમાં અમુક મુદ્દાઓ પર મતદાન કરવું પડ્યું હતું. અને તેના આધારે નિર્ણય લેવામાં ાવ્યો હતો.
દશનાં વિવિધ રાજ્યોમાં વેચાતી લોટરી પર જીએસટી દર મુદ્દે વિવાદ થયો હતો. એક સમાન દર રાખવા માટે મતદાન કરવું પડ્યું હતું. 21 વિરુધ્ધ 7 મતથી નિર્ણય લેવાયો હતો. અન્ય નિર્ણયો જો કે સર્વસંમતિથી લેવામાં આવ્યા હતાં.
જીએસટી ઇનપૂટ ટેક્સ ક્રેડિટનો ગેરલાભ લેતી કંપનીઓ-વેપારી પેઢીઓ માટે નિયમો વધુ આકરા બનાવતો નિર્ણય લેવામાં આવ્યો હતો. જુલાઈ 2017થી નવેમ્બર 2019 સુધી જીએસટીઆર ફાઈલ નહીં કરનારા વેપારીઓને રીટર્ન ફાઈલ કરવા એક તક આપાવનો નિર્ણય લેવાયો હતો. કોઇ પેનલ્ટી વિના તેમણએ રીટર્ન ફાઈલ કરી શકશે. 10મી જાન્યુઆરી સુધીની મુદત આપવામાં આવી છે. આ સમયગાળામાં પણરીટર્ન ન ભરે તો ઇ-વે બીલ અટકાવી દેવામાં આવશે. આ સિવાય જીએસટીઆર -3બી
નહીં ભરનારા વેપારીઓ સામે આકરા પગલાં ભરવા અધિકારીઓને વિશેષ સત્તા આપતો નિર્ણય લેવાયો હતો.
ઇનપુટ ટેક્સ ક્રેડીટ મામલે અન્ય એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. જે અંતર્ગત સમયાંતરે ઇન્વોઇસ અપલોડ ન કર્યા હોય તો સંબંધિત વેપારીને 20ને બદલે 10 ટકા ઇનપુટ ટેક્સ ક્રેડીટ મળી શકશે. કાઉન્સીલે બે મહિના પૂર્વે જ 20 ટકા ઇનપુટ ટેક્સ ક્રેડીટની મર્યાદા લાભ કરી હતી અને તેની સામે વ્યાપક વિરોધ પણ થયો હતો. હવે તે ઘટાડીને 10 ટકા કરાતા વેપાર ઉદ્યોગકારોમાં પ્રત્યાઘાતો પડવાની આશંકા છે.
વેપારીઓ દ્વારા ગેરરીતિ આચરીને ઇનપૂટ ટેક્સ ક્રેડીટ મેવી હોય તો તે સ્ઘતિ કરી દેવાના અધિકાર પણ આપવામાં આવ્યાં છે. જીએસટી વસુલાત વધારવાના પ્રયાસના ભાગરુપે આ કદમ ઉઠાવવામાં આવ્યાં છે.


Loading...
Advertisement