વેરાવળ નજીકના રાખેજ ગામની શાળાના આચાર્યની બદલી નહિ કરવા લોકોની માંગણી

19 December 2019 10:25 AM
Veraval Education Saurashtra
  • વેરાવળ નજીકના રાખેજ ગામની શાળાના આચાર્યની બદલી નહિ કરવા લોકોની માંગણી

બદલી થશે તો ગ્રામજનો દ્વારા આંદોલનની ચિમકી

વેરાવળ તા.19
ગીર સોમનાથ જીલ્લાના રાખેજ ગામની પ્રાથમીક શાળાના આચાર્યની બદલી અટકાવવા બાબતે ગ્રામ્યજનોએ જીલ્લા કલેકટર અને જીલ્લાી શિક્ષણ વિભાગને આવેદનપત્ર પાઠવી માંગણી કરી છે અને આ માંગણી નહીં સંતોષાય તો ગ્રામ્યજનોને ગાંઘી ચિંઘ્યાદ માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચિમકી ઉચ્ચારી છે.
સુત્રાપાડા તાલુકાના રાખેજના ગ્રામ્યજનોએ પાઠવેલ આવેદન પત્રમાં જણાવેલ કે, ગામની સરકારી શાળામાં છેલ્લાા સાત વર્ષથી આચાર્ય તરીકે અને તે પહેલા શિક્ષક તરીકે વર્ષો સુઘી ફરજ બજાવેલ નારણભાઇ વરસીંગભાઇ પરમાર પાસેથી મેળવેલ શિક્ષાના લીઘે ઉચ્ચશકક્ષાએ પહોંચ્યાફના દાખલા છે. તેમના દ્રારા અપાતા શિક્ષણ કાર્ય અને આચાર્ય તરીકેના સતત માર્ગદર્શનના લીઘે નાના એવા અમારા ગામના કેટલાય યુવાનો આજે ઇજનેર, શિક્ષક, પીએસઆઇ, બેંક ઓફીસર, મેડીકલ જેવા ક્ષેત્રોમાં નૌકરી મેળવવામાં સફળ થયા છે.
અમારી શાળા સી માંથી એ ગ્રેડમાં પહોંચાડવા પાછળ શિક્ષક નારણભાઇનું મહત્વ નું યોગદાન છે. અમારૂ ગામ નાનું હોવા ઉપરાંત ગામનો જન્મપદર નીચો હોવાના કારણે શાળામાં સંખ્યાદ ઘટ હોવાથી રાજય સરકારના નિયમના લીઘે આચાર્ય નારણભાઇની બદલી થાય તે યોગ્ય નથી જેથી ગ્રામ્યજનોની લાગણીને ઘ્યાડને લઇ આચાર્ય નારણભાઇની બદલી રદ કરવા તેમજ આચાર્ય તરીકે શાળામાં કાયમી ન રાખી શકાતા હોય તો શિક્ષક તરીકે રાખવા માંગણી છે. આ ગ્રામ્યજનોની માંગણી મુજબ બદલી રદ નહીં થાય તો ગાંઘી ચિંઘ્યા માર્ગો શાળાને તાળાબંઘી જેવું આંદોલન કરવાની ગ્રામ્યજનોને ફરજ પડનાર હોવાનું આવેદન પત્રના અંતમાં જણાવેલ છે.


Loading...
Advertisement