આ તે કેવી સજા: રાજકોટમાં બે ચોટલા કેમ નથી વાળ્યા?....કહી આચાર્યએ વિદ્યાર્થિનીઓનાં વાળ કાપ્યા!

19 December 2019 09:11 AM
Rajkot Crime Education Gujarat Saurashtra
  • આ તે કેવી સજા: રાજકોટમાં બે ચોટલા કેમ નથી વાળ્યા?....કહી આચાર્યએ વિદ્યાર્થિનીઓનાં વાળ કાપ્યા!

રાજકોટની શાળા નંબર 1માં મહિલા આચાર્યએ કારસ્તાનની કબૂલાત કરતા કહ્યું, 'વિદ્યાર્થિનીઓ શિસ્તમાં રહે એટલે કર્યુ હતું હવે પછી ભૂલ નહીં થાય'

રાજકોટ: મહાનગરપાલિકાની શાળા નંબર-1માં આચાર્ય દ્વારા વિદ્યાર્થીનીના વાળ કાપવાની ઘટના સામે આવી છે. વિદ્યાર્થીનીઓએ શિસ્તતાના ભાગનું આચરણ ન કર્યુ હોવાથી વાળ કાપ્યા હોવાની જાણવા મળ્યુ. બાદમાં વિદ્યાર્થીનીઓના માતા-પિતા શાળાએ દોડી આવ્યા હતા અને આચાર્ય વિરુદ્ઘ શાસનાધિકારીને રજૂઆત કરી છે.
 મહિલા આચાર્યએ મીડિયાના કેમેરા સામે પોતાની ભૂલ પણ કબૂલી હતી. વિદ્યાર્થિનીઓના વાળ કાપવાની ઘટનાથી ડઘાયેલા વાલીઓ હોબાળો મચાવ્યો હતો અને તેઓ શિક્ષણ સમિતિની કચેરીએ દોડી આવ્યા હતા. જોકે, અહીંયા મહિલા આચાર્યએ તેમની ભૂલ પણ સ્વીકારી હતી.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત સરકારી શાળા નંબર 1ની બે વિદ્યાર્થીનિઓના વાળ આચાર્ય દ્વારા કાપવામાં આવતા ચકચાર મચી છે. આ ઘટનાને પગલે વિદ્યાર્થીનીઓના માતા-પિતાએ શાળાના આચાર્ય વિરૂદ્ધ ફરીયાદ કરી છે.

 જ્યારે શાસનાધિકારી સંજય ડોડિયાએ જણાવ્યું હતું કે 'આચાર્ય એ વાળ કાપ્યાની ફરિયાદ મળતા જ અમે તેમને બોલાવ્યા હતા. તેમણે પોતાની ભૂલ સ્વીકારી છે. અમે આચાર્ય પાસેથી માફી પત્ર પણ લખાવીશું અને ભવિષ્યમાં કોઈ પણ શિક્ષક આ પ્રકારનું પગલું ન ભરે તેની કાળજી રાખીશું.


Loading...
Advertisement