GTUનું કામ માત્ર ડિગ્રી આપવાનું નહીં સામાજિક દાયિત્વ નિભાવવાનું પણ છે : ડૉ. શેઠ

18 December 2019 06:59 PM
Rajkot Education Gujarat
  • GTUનું કામ માત્ર ડિગ્રી આપવાનું નહીં સામાજિક દાયિત્વ નિભાવવાનું પણ છે : ડૉ. શેઠ

ત્રણ વર્ષનાં કાર્યકાળમાં GTUને 36 કરોડનું અનુદાન અને 10 એવોર્ડ : લેકાવાડામાં 100 એકર જમીન પર અઢી વર્ષમાં યુનિ.ના ભવનો સાથે ભવ્ય કેમ્પસ સાકાર થશે : ઇજનેરી બેઠકો વધીને 70 હજારના આંકડા પર પહોંચી છે, હવે રોજગારી નિર્માણ માટે પણ પગલા જરુરી : યુનિ.માં નાના ઉદ્યોગો માટે સંશોધન કેન્દ્ર સ્થાપવાની મહેચ્છા : કુલપતિપદનો કાર્યકાળ તા. 31ના પૂર્ણ થાય તે પહેલા સાંજ સમાચારની મુલાકાત લેતા ડૉ. નવીન શેઠ

રાજકોટ,તા. 18
ગુજરાત ટેકનોલોજીકલ યુનિ. (જીટીયુ) વિદ્યાર્થીઓને ડીગ્રી આપવાની સાથે સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવાની પણ કામગીરી કરી રહી છે તેમ આ યુનિ.ના કુલપતિ ડો. નવીનભાઈ શેઠે આજે સાંજ સમાચાર કોર્પોરેટ હાઉસની લીધેલી મુલાકાત દરમિયાન સાંજ સમાચારના મેનેજીંગ તંત્રી શ્રી પ્રદિપભાઈ શાહને ગુજરાત ટેકનોલોજીકલ યુનિ.ની ગઇકાલ અને આજ અંગે જરુરી વિગતો આપી હતી.
ગુજરાત ટેકનોલોજીકલ યુનિ.ના કુલપતિપદનો ડો. નવીનભાઈ શેઠનો કાર્યકાળ આગામી તા. 31 ડિસેમ્બરનાં પૂર્ણ થઇ રહ્યો છે તે પૂર્વે કુલપતિ ડો. નવીનભાઈ શેઠે લીધેલી આ મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે તેઓને ત્રણ વર્ષ પૂર્વે ગુજરાત ટેકનોલોજીકલ યુનિ.ના કુલપતિ તરીકે સોંપવામાં આવેલી જવાબદારી તેઓએ સુપેરે નિભાવી છે અને આ યુનિ.ને સિધ્ધિઓના સર પર પહોંચાડી છે.
ગુજરાત ટેકનોલોજીકલ યુનિ,. શરુ થયાને 10-10 વર્ષ વીતી ગયા પછી પણ પેન્ડીંગ રહેલા યુ.જી.સી. ગ્રાન્ટના મુદ્દે આગેકૂચ થઇ છે. લેકાવાડામાં જી.ટી.ટુ.ને ફાળવવામાં આવેલ 100 એકર જમીન, અનુસ્નાતક ભવનો ધમધમતા કરવા, કાયમી રજિસ્ટ્રાર અને પ્રાધ્યાપકોની આવશ્યક ભરતીની મંજૂરી મેળવવાની કામગીરી પૂર્ણ થતા યુ.જી.સી.નું 12-બી સર્ટીફીકેટ પ્રગતી થઇ છે. ડો. નવીનભાઈ શેઠે જણાવ્યું હતું કે ગાંધીનગર નજીકનાં લેકાવાડામાં 100 એકર જમીન મળી જતા તેના પર હવે માત્ર અઢી વર્ષનાં સમયગાળામાં જ યુનિ.ના આધુનિક બિલ્ડીંગ ભવનો સાથેના કેમ્પસનું નિર્માણ થશે.
યુનિ.ના ત્રણ અનુસ્નાતક ભવનોમાં સાત નવા કોર્સ શરુ કરાવી તેમાં ત્રણ કોર્સને એચઆઈસીટીઇ તથા બે કોર્સને પીસીઆઈની તાત્કાલીક મંજૂરી મેળવી આ કોર્સ શરુ કરવામાં તેઓનો સિંહફાળો રહ્યો છે.
આ કોર્સમાં એમ.બી.એ., ઇન્ટરનેશનલ બીગેનેસ, એમ.બી.એ. (ઇનોવેશન એન્ટ્રપિનિયોરશીપ એન્ડ વેન્ચર ડેવલોપમેન્ટ)એમ.ફીલ ઇન બીગેનેસ મેનેજમેન્ટ એમ.ઇ.ઇન સાયબર સિક્યુરીટી એમઇઇન મોબાઈલ કોમ્યુનિકેશન એન્ડ નેટવર્ક, , એમ. ફાર્મ સહિતના કોર્સનો સમાવેશ થાય છે.
ડો. શેઠે વધુમાં જણાવેલ હતું કે જી.ટી.યુ. દ્વારા રાજકોટ વડોદરા અને સુરતમાં ઇનોવેશન અને સ્ટાર્ટઅપ પ્રાદેશિક કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે જે વિદ્યાર્થીઓને ઇનોવેશન અને ઉદ્યોગ સાહસિકતા માટે પ્રેરે છે અને જરુરી તમામ સહાય પૂરી પાડવાનું કાર્ય પણ કરે છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિ.એ અત્યાર સુધીમાં વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એજન્સીઓ તરફથી કુલ 36 કરોડનું અનુદાન પ્રાપ્ત કર્યું છે. જેમાં સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ માટે 15 લાખની ગ્રાંટ પ્રાપ્ત થયેલ છે. આ ઉપરાંત જી.ટી.યુ.ને 10 રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારો (એવોર્ડ) પ્રાપ્ત થયા છે.
ડો. શેઠે પાછલા વર્ષોમાં ઇજનેરી કોલેજોની સંખ્યા વધતા ઇન્ટેક વધીને 70 હજાર પહોંચી ગયાનું જણાવી આડકતરી રીતે એવું સ્વીકાર્યું હતું કે બહાર પડતા ઇજનેરોને હાલ પૂરતી સંખ્યામાં રોજગારી મળતી નથી ત્યારે આ દિશામાં પગલા લેવા પણ આવશ્યક છે.
ડો. શેઠે જણાવ્યું છે કે તેઓની ગુજરાત ટેકનોલોજીકલ યુનિ.માં નાના ઉદ્યોગો માટે રીસર્ચ સેન્ટર શરુ કરવા અંગે પણ મહેચ્છા વ્યક્ત કરી હતી.


Loading...
Advertisement