શેરબજારમાં રેકોર્ડબ્રેક તેજીનો દોર: સેન્સેકસ-નિફટી નવી ઉંચાઈએ પહોંચ્યા

18 December 2019 06:44 PM
Business
  • શેરબજારમાં રેકોર્ડબ્રેક તેજીનો દોર: સેન્સેકસ-નિફટી નવી ઉંચાઈએ પહોંચ્યા

મેટલ શેરો વધુ ઉછળ્યા: ઓટો-સોફટવેરમાં કરંટ

રાજકોટ તા.18
મુંબઈ શેરબજારમાં આજે રેકોર્ડબ્રેક તેજીનો દોર જળવાયેલો રહ્યો હતો. સેન્સેકસમાં 200 પોઈન્ટના ઉછાળા સાથે 41556 તથા નિફટીમાં 58 પોઈન્ટના સુધારાથી 12223નો નવો રેકોર્ડ બન્યો હતો.
શેરબજારમાં આજે માનસ તેજીનું હતું. વિશ્ર્વબજારોના પ્રોત્સાહક ટ્રેન્ડની સારી અસર હતી. વિદેશી નાણાં સંસ્થાઓ નવેસરથી ખરીદી કરવા લાગી હોવાના આંકડા આવતા માનસ સારુ બન્યુ હતું. બજેટ સુધીમાં આવકવેરા દરમાં કાપ મુકાવા સહિત શ્રેણીબદ્ધ પગલા લઈને આર્થિક મંદી પર સર્જીકલ સ્ટ્રાઈક કરવા સરકાર તૈયારી કરી રહ્યાના આશાવાદની પણ સારી અસર હતી.શેરબજારમાં આજે મોટાભાગના હેવીવેઈટ શેરો સતત ઉછળતા રહ્યા હતા. મેટલ શેરોમાં ચમક હતી. ટીસ્કો, વેદાંતા, હિન્દાલ્કો, સેઈલ વગેરે ઉછળ્યા હતા. ટેક મહીન્દ્ર, ટીસીએસ, એચસીએલ ટેકનોમાં સુદારો હતો. એચડીએફસી તથા એચડીએફસી બેંક ઉંચકાયા હતા. મારૂતી, ટાટા મોટર્સ, મહીન્દ્ર, હીરો મોટો જેવા ઓટો શેરોમાં કરંટ હતો. રીલાયન્સ, આઈટીસી, કોટક બેંક, સન ફાર્મા, જેએસડબલ્યુ સ્ટીલ, લાયકા લેબમાં સુધારો હતો. યશ બેંક, હિન્દ લીવર, ઈન્ફોસીસ, સ્ટેટ બેંક, ગેઈલ, વોહાફોન વગેરેમાં પીછેહઠ હતી.
મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 202 પોઈન્ટના ઉછાળાથી 41554 હતો જે ઉંચામાં 41556 તથા નીચામાં 41358 હતો. નિફટી 56 પોઈન્ટ ઉંચકાઈને 12221 હતો જે ઉંચામાં 12223 તથા નીચામાં 12163 હતો.


Loading...
Advertisement