CBSE બોર્ડની પરીક્ષા તા.26 ફેબ્રુઆરીથી : ટાઇમ ટેબલ જાહેર

18 December 2019 05:37 PM
Rajkot Education Saurashtra
  • CBSE બોર્ડની પરીક્ષા તા.26 ફેબ્રુઆરીથી : ટાઇમ ટેબલ જાહેર

ગત વર્ષ કરતા 19 દિવસ વહેલી ધો.10-12ના વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભાવીની કસોટી : તડામાર તૈયારીઓ શરૂ

રાજકોટ તા.18
સીબીએસઇ બોર્ડની પરીક્ષાનું આગામી તા.26 ફેબ્રુઆરીથી પ્રારંભ થનાર છે. ધો.10 અને 12ના વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભાવીની કસોટી એવી આ પરીક્ષાનું ટાઇમ ટેબલ પણ બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવેલ છે.

ગત વર્ષે આ પરીક્ષા તા.7 ફેબ્રુઆરી થી શરૂ થવા પામી હતી. જયારે આગામી વર્ષ 2020માં આ પરીક્ષા તા.26 ફેબ્રુઆરીથી લેવામાં આવનાર છે. ગુજરાત સહિત દેશભરમાં શાંતિ પૂર્ણ વાતાવરણમાં આ પરીક્ષા લેવાય તે માટે બોર્ડ દ્વારા અત્યારથી જ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. સીબીએસઇ બોર્ડ દ્વારા ધો.10 અને 12ની આગામી પરીક્ષાનો ટાઇમ ટેબલ જાહેર કરી દેવામાં આવેલ છે. જેમાં તા.26 ફેબ્રુઆરીના ઇંગ્લીશ, તા.29ના હિન્દી, 4 માર્ચના વિજ્ઞાન, 12 માર્ચના મેથેમેટીકસ અને 18 માર્ચના સોશ્યલ સાયન્સનું પેપર લેવાશે.

આમ ધો.10ની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી શરૂ થઇ 18 માર્ચ સુધી ચાલશે. જયારે ધો.12 સાયન્સની પરીક્ષામાં તા.27 ફેબ્રુઆરીના ઇંગ્લીશ, તા.2 માર્ચના ફિઝીકસ, 7 માર્ચના કેમેસ્ટ્રી, 14 માર્ચના બાયોલોજી અને 17 માર્ચના મેથેમેટીકસનું પેપર લેવાશે. જયારે ધો.12 કોમર્સની પરીક્ષામાં 27 ફેબ્રુઆરીના ઇંગ્લીશ, પ માર્ચના એકાઉન્ટન્સી, 13 માર્ચના ઇકોનોમીકસ, 17 માર્ચના મેથેમેટીકસ અને 21 માર્ચના કોમ્પ્યુટર સાયન્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીનું પેપર લેવાશે. આમ ધો.12ની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી શરૂ થઇ 21 માર્ચ સુધી ચાલશે.


Loading...
Advertisement