ખરીફ કૃષિ ઉત્પાદન ઘટતા લોકોએ અનાજ માટે વધુ ખર્ચ કરવો પડશે

18 December 2019 03:51 PM
Business India
  • ખરીફ કૃષિ ઉત્પાદન ઘટતા લોકોએ અનાજ માટે વધુ ખર્ચ કરવો પડશે

2019-20માં ખરીફ પાકમાં 4-6% ઘટાડાનો અંદાજ : ઉપજ ઓછી રહી હોવા છતાં વધુ ભાવના કારણે ખેડૂતોને 26% વધુ આવક

નવી દિલ્હી તા.18
ખરીફ પાક ઉત્પાદનમાં મામુલી ઘટાડા, વધતી કૃષિ બાબતો અને ફૂડના વૈશ્ર્વિક ઉંચા ભાવના કારણે લોકોએ 2020માં અનાજ માટે વધુ નાણા ખર્ચવા પડશે. જો કે સારા સમાચાર એ છે કે આ કારણે કૃષિ આવકમાં વધારો થશે.
જૂના સપ્ટેમ્બરનું ચોમાસુ મોડેથી બેઠું હતું, અને એ કારણે વાવેતરમાં વિલંબ થયો હતો, પણ અંતે ચોમાસુ 10% પુરાંતવાળું રહ્યું હતું. ભારે વરસાદથી 12 રાજયોમાં પુર આવ્યા હતા અને એથી જુદા જુદા ઉનાળુ પાકને નુકશાન થયું હતું. એ પછી પણ ચોમાસુ લંબાયુ હતું અને અવારનવાર માવઠા પડયા હતા. નિષ્ણાંતો કહે છે કે ચોમાસાની અનિયમિતતાથી ઉત્પાદનમાં ઘટાડો થશે અને જથ્થાબંધ ભાવ વધશે.
ક્રિસિલના અર્થશાસ્ત્રી હેતલ ગાંધીના જણાવ્યા મુજબ 2019-20માં ખરીફ ઉત્પાદન 4-6% ઓછું રહેવા સંભવ છે. છેલ્લા કેટલાક કવાર્ટરમાં મંડીના ભાવ ઉપરની તરફ રહ્યા છે.
રેટીંગ એજન્સી ક્રિસીલના અંદાજ મુજબ કૃષિ આવક ગત ખરીફની સરખામણીએ 26% વધી છે. 2019-20 (એપ્રિલ 2019 થી માર્ચ 2020)માં હેકટરદીઠ નફો 7-9% વધશે. ક્રિસીલએ અંદાજ બાંધવા માટે 15 મહત્વના મિનીમમ રીપોર્ટ પ્રાઈસ લિન્કડ પાકને અભ્યાસ કર્યો હતો.
આંધ્રપ્રદેશ, આસામ, બિહાર, ગુજરાત, હરિયાણા, કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઓડિશા, પંજાબ એ ઉતરપ્રદેશમાં આ ઉનાળામાં ભારે પૂર જોવા મળ્યા હતા. એનાથી માત્ર ડુંગળીના ઉત્પાદનને જ નહીં, સોયાબીન, મગફળી અને અડદ અને તુર જેવી દાળને પણ અસર થઈ છે. ગાંધીના અભ્યાસમાં 2018ના ત્રીજા કવાર્ટરથી 2019ના ચોથા કવાર્ટર વચ્ચે દાળ અને તેલીબીયાના ભાવમાં અનુક્રમે 26% અને 8%નો વધારો જોવામાં આવ્યો હતો. દાળ અને જાડા ધાન્યના ભાવમાં સરેરાશ 16% વધારો થયો હતો. ખેડુતોની ઉપજ ભલે ઓછી રહી હોઈ વધુ બજારભાવના કારણે તેમની આવક સરભર થઈ ગઈ છે.
અનાજના ઉંચા ભાવ માટે ઓછું ઉત્પાદન એકમાત્ર કારણ નથી. ભારતની અનાજની ચોખ્ખી નિકાસ (નિકાસની કિંમતમાંથી આયાતની કિંમત બાદ કરતાં) ઘટી રહી છે. એનો અર્થ એ થયો કે ઘરેલું માંગને પહોંચી વળવા અનાજથી વધુ આયાત કરવામાં આવે છે.
સ્કાયમેટ વેધર સર્વિસીસના જણાવ્યા મુજબ સોયાબીનનું ઉત્પાદન ગત વર્ષ કરતા 12% ઓછું રહી 1.21 કરોડ ટન થવાનો અંદાજ છે.
તેવી જ રીતે ચોખાનું ઉત્પાદન પણ 12% ઓછું રહી 9,004 કરોડ ટન થશે. દાળનું ઉત્પાદન પણ ગત વર્ષની સરખામણીએ 4.5% ઘટી 8.20 કરોડ ટન થશે.
નવેમ્બર 2019માં છૂટક ફુગાવો ગ્રાહક ભાવાંક વધી 5.54% થયો હતો. ત્રણ વર્ષનો આ સૌથી ઉંચો દર છે. જયારે રિટેલ ફુડ ઈન્સ્પેકશન નવેમ્બરમાં વધી 10% થયો હતો.


Loading...
Advertisement