વિરમગામની શાળામાં તમાકુ નિયંત્રણ પર જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

18 December 2019 03:15 PM
Surendaranagar Education Saurashtra
  • વિરમગામની શાળામાં તમાકુ નિયંત્રણ પર જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારીની ઉપસ્થિતિમાં તમાકુ નિયંત્રણ માટે જનજાગૃતિ ફેલાવવાના ઉદેશથી નાટક દ્વારા વ્યસન મુકિતનો આપ્યો સંદેશ : વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ લીધી વ્યસન મુકિતની પ્રતિજ્ઞા

(ફારૂક ચૌહાણ) વઢવાણ તા.18
રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ તથા જીલ્લા પંચાયત અમદાવાદના સંયુક્ત ઉપક્રમે વિરમગામની કરકથલ પ્રાથમિક શાળા ખાતે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ ઉપરાંત શિક્ષકો દ્વારા તમાકુ વ્યસન મુક્તિ પ્રતિજ્ઞા લીધી હતી અને જીલ્લા રૌગચાળા નિયંત્રણ અધિકારી ડો.ચિંતન દેસાઇ અને તાલુકા હેલ્થ ઓફિસ ડો.વિરલ વાઘેલા દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. વિરમગામ તાલુકાની સપ્તધારા ટીમ દ્વારા રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વ્યસન મુક્તિનો સંદેશ આપતુ નાટક રજુ કરવામાં આવ્યુ હતુ. તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામના નીલકંઠ વાસુકિયા, ડો ધારા સુપેડા, ડો.નિતીન સોલંકી, મેડીકલ ઓફિસર ડો.સંગીતા પટણી, જયેશ પાવરા દ્વારા રજુ કરવામાં આવેલ નાટક વિદ્યાર્થીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યુ હતુ.
આ ઉપરાંત તમામ વિદ્યાર્થીની ઓરલ હેલ્થ તપાસ કરવામાં આવી હતી અને જરૂરી સારવાર, સલાહ સુચન આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કરકથલ પ્રાથમિક શાળાના આચાર્ય, શિક્ષકો સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, વિશ્વમાં દર વર્ષે તમાકુના કારણે 80 લાખ લોકાના મૃત્યુ થાય છે અને પરોક્ષ ધુમ્રપાનથી વિશ્વમાં દર વર્ષે 10 લાખ લોકો મૃત્યુને ભેટે છે. વિશ્વમાં દર છ સેક્ધડે 1 વ્યક્તિનું તમાકુના સેવનના કારણે મૃત્યુ થાય છે. વિશ્વમાં દર મીનીટે 10 વ્યક્તિનું તમાકુના સેવનના કારણે મૃત્યુ પામે છે. પ્રત્યેક સિગારેટ એક વ્યક્તિના 11 મિનિટ જેટલા જીવનનો ઘટાડો કરે છે. આશરે 18 ટકા હાયરફિલ્ડના વિદ્યાર્થીઓ સિગારેટ અને તમાકુનું સેવન કરે છે. દસમાંથી નવ ફેફસાના કેન્સર માટે તમાકુ જવાબદાર હોય છે. તમાકુનું સિગારેટ,બીડી,ગુટખા અને હુક્કા જેવા ઘણા બધા સ્વરૂપોમાં સેવન કરવામાં આવે છે.તમાકુમાં નિકોટીન નામનો એક અત્યંત નશાવાળો પદાર્થ હોય છે. નિકોટીન થોડા સમય માટે ખુબ આનંદ આપે છે પરંતુ લાંબા સમયે તે હદય,ફેફસાં, પેટ અને જ્ઞાનતંતુઓ પર વિપરીત અસર કરે છે. વ્યક્તિને શારીરિક અને ભાવનાત્મક રૂપે નિકોટીન નું વ્યસન થઇ જાય છે અને તેના કારણે ઘણી બધી સ્વાસ્થ્યની ગંભીર અસર ઘેરી વળે છે. તમાંકુના સેવનથી ઉધરસ સાથે ગળામાં બળતરાની શરૂઆત થવી, શ્વાસમાંથી ગંધ આવવી અને કપડાંમાંથી ગંધ આવવી, ચામડી કરચલીવાળી થવી, કેન્સર, દાંતો પીળાં થઈ જવા, ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ જેમ કે હદયની બિમારી, શ્વાસનળીમાં સોજો આવવો, ન્યુમોનિયા, આંચકા આવવાં જેવી તમાકુની ખરાબ અસરો થઇ શકે છે.


Loading...
Advertisement