ગોંડલ કોલેજનું પરીક્ષા કેન્દ્ર રદ કરવા સામે વિરોધ

18 December 2019 01:33 PM
Gondal Education Saurashtra
  • ગોંડલ કોલેજનું પરીક્ષા કેન્દ્ર રદ કરવા સામે વિરોધ

ન્યાય એ જ કલ્યાણ ગ્રુપ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાશે

ગોંડલ તા.18
ગોંડલમાં ન્યાય એજ કલ્યાણ ગ્રૂપ દ્વારા ગોંડલ કોલેજનું પરીક્ષા કેન્દ્ર રદ કરવાના નિર્ણયના વિરોધમાં પ્રાંત અધિકારી ને આવેદનપત્ર અપાશે.
ગોંડલ ન્યાય એ જ કલ્યાણ ગ્રૂપ ના પ્રમુખ રાજેશભાઈ સખીયા, સેક્રેટરી દિનેશભાઈ પાતર, વિક્રમસિંહ જાડેજા સહિતનાઓ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ગોંડલ એમ બી કોલેજ નું પરીક્ષા કેન્દ્ર રદ કરવાના લેવાયેલ તઘલખી નિર્ણય સામે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવનાર છે.
આવેદનપત્રમાં માંગ કરાઇ છે કે એમબી કોલેજમાં ડમી પરીક્ષાર્થી કાંડ માં કોલેજના જવાબદાર વ્યક્તિઓની બેદરકારી સામે આવી છે યુનિવર્સિટીએ જવાબદારો સામે પગલાં લેવાના બદલે પરીક્ષા કેન્દ્ર રદ કરવાનો નિર્ણય કર્યો છે આ નિર્ણય તઘલખી છે આવો નિર્ણય પાછો ખેંચવો જરૂરી છે જો આ અંગે 15 દિવસમાં યુનિવર્સિટીના કુલપતિ દ્વારા તઘલખી નિર્ણય રદ કરવામાં નહીં આવે તો ગાંધીજી દ્વારા આંદોલન છેડાશે તેવી ચીમકી ઉચ્ચારી છે.


Loading...
Advertisement