હળવદના મહર્ષિ ગુરૂકૂળ ખાતે ટેકનો સાયન્સ પ્રોજેકટનું નિર્દશન

18 December 2019 12:05 PM
Morbi Education Technology
  • હળવદના મહર્ષિ ગુરૂકૂળ ખાતે ટેકનો સાયન્સ પ્રોજેકટનું નિર્દશન

વિદ્યાર્થીઓ દ્વારા 70 જેટલા પ્રોજેકટ રજૂ કરાયા

(વિશાલ જયસ્વાલ/પ્રશાંત જયસ્વાલ)
હળવદ તા.18
આજના ટેકનોલોજી યુગમાં આજનુ યુવાધન વિશ્વમાં પોતાનું ટેલેન્ટ બતાવી શકે અને વિશ્ર્વ સાથે કદમ થી કદમ મિલાવી પોતાના જીવનમાં સફળ થાય તેવા ઉમદા હેતુથી હળવદમાં મહર્ષિગુરુકુલ ખાતે સૌપ્રથમવાર ટેકનો સાયન્સ ગુરુકુલ-2019ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મહર્ષિ ગુરુકુળ કોલેજ વિભાગમા અભ્યાસ કરતા બીસીએ તથા બીએસસીના છાત્રો એડવાન્સ ટેકનોલોજી અને એપ્લાય સાયન્સના 70 જેટલા મોડેલ જાતે તૈયાર કરેલ છે ત્યારે આ પ્રસંગેના અતિથિવિશેષ તરીકે ધાંગધ્રાના શિક્ષણવિદ સી.કે વ્યાસ તેમજ મહર્ષિ ગુરુકુળના અમે. ડી. રજનીભાઈ સંઘાણી તેમજ ટ્રસ્ટી ગણો ઉપસ્થિત રહ્યા હતા.
મહર્ષિ ગુરુકુળ ના છાત્રોએ સાઇન્ટીસ્ટ અને એન્જિનિયર કક્ષાનું બેસ્ટ પર્ફોમન્સ આપી પોતાની કારકિર્દી ઉજ્જવળ કરવા જઈ રહ્યા છે ટેકનો સાયન્સ ગુરૂકુલ 2019 ના આ કાર્યક્રમને નિહાળવા તેમજ છાત્રોએ પોતાની ક્લા સુઝ શક્તિથી જાતે જ પ્રોજેક્ટ બનાવશે જેવાકે આર્ટ એન્ડ ક્રાફ્ટ, મેજિક કેમિકલ શો , બિલિંગ સોફ્ટવેર, સહિતના 70 જેટલા પ્રોજેક્ટ જોવા મળેલ તેમના આ કાર્યને બિરદાવવા અને તેનો ઉત્સાહ વધારવા માટે તારીખ 17 અને 18 ડિસેમ્બર ના રોજ આ કાર્યક્રમ મહર્ષિ ગુરુકુળ કેમ્પસમાં ચાલી રહ્યો છે.
જેનો સમય 9 થી 4 વિદ્યાર્થીનો ટેલન્ટ કાર્યક્રમ નિહાળવા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આવે છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહર્ષિ ગુરુકુળ ના એમડી રજનીભાઈ સંઘાણી તેમજ ટ્રસ્ટીગણ અશોકભાઈ ગેલોત , રાજુભાઈ ચનિયારા સહિતના આગેવાનો જહેમત ઉઠાવી રહ્યા છે.


Loading...
Advertisement